Site icon Gujarat Mirror

બસપોર્ટ નજીક યુવતી બોયફ્રેન્ડ સાથે ઝડપાઇ, ભાઇનો મિત્ર જોઇ જતા જાહેરમાં મારામારી થઇ

રાજકોટ શહેરના બસપોર્ટની પાછળ એક કોલેજીયન યુવતી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી ત્યારે યુવતીના ભાઇનો મિત્ર તેણીને જોઇ જતા તેમણે યુવતીના બોયફ્રેન્ડ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને માથાકૂટ થયા બાદ જાહેરમાં યુવતીના બોયફ્રેન્ડ અને ભાઇના મિત્ર વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ આજુબાજુના લોકોએ તેઓને છોડાવતા મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

Exit mobile version