વૈભવ સૂર્યવંશીની ધુંઆધાર ઇનિંગ પર ગિલની સદી ભારે પડી, ગુજરાત ફાઇનલમાં

પ્લે ઓફમાં સૌથી ઝડપી સદીનો શુભમનનો ઇતિહાસ, રાશિદ ખાન સૌથી મોંઘો બોલર રહ્યો આઈપીએલ 2026ની ક્વાલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને ગુજરાત ટાઈટન્સે કચડી નાખ્યું છે. ગુજરાતે 7…

પ્લે ઓફમાં સૌથી ઝડપી સદીનો શુભમનનો ઇતિહાસ, રાશિદ ખાન સૌથી મોંઘો બોલર રહ્યો

આઈપીએલ 2026ની ક્વાલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને ગુજરાત ટાઈટન્સે કચડી નાખ્યું છે. ગુજરાતે 7 વિકેટથી આ મેચ 8 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. ગુજરાતની જીતનો સૌથી મોટો હીરો શુભમન ગિલ રહ્યો, જેણે સદી ફટકારી હતી. જ્યારે સામે છેડે વૈભવ સૂર્યવંશીએ પણ રાજસ્થાન રોયલ્સ તરફથી શાનદાર 96 રનની ઈનિંગ્સ રમી હતી.

રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા 215 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે 18.4 ઓવરમાં 3 વિકેટ પર 219 રન બનાવી લીધા. શુભમન ગિલે 53 બોલમાં 104 રનની શાનદાર ઇનિંગ્સ રમી, જ્યારે સાઈ સુદર્શને 32 બોલમાં 58 રન બનાવ્યા. કેપ્ટન તરીકે ગિલે પોતાની બીજી IPL સદી ફટકારી, અને પ્લેઓફમાં સદી ફટકારનાર ગિલ પ્રથમ કેપ્ટન બન્યો છે. IPL માં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ગિલ સંજુ સેમસન સાથે સંયુક્ત રીતે પાંચમા ક્રમ પર પહોંચી ગયો છે. ગિલ અને સાઈ સુદર્શનએ IPL પ્લેઓફમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વોશિંગ્ટન સુંદર 16 રન બનાવીને આઉટ થયો હતો.
રાજસ્થાન તરફથી નંદ્રે બર્ગર અને જોફ્રા આર્ચરે એક-એક વિકેટ લીધી. રાહુલ તેવટિયાએ છક્કો ફટકારીને ગુજરાતને ત્રીજી વખત ફાઇનલમાં પહોંચાડ્યું. તેવટિયાએ 9 બોલમાં નોટઆઉટ 17 રન બનાવ્યા, જ્યારે જોસ બટલર 9 રન બનાવીને નોટઆઉટ રહ્યો.

રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 214 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 1 રન પર જ આઉટ થયો હતો, ત્યારબાદ વૈભવ સૂર્યવંશીએ 47 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 96 રનની તોફાની ઇનિંગ્સ રમી. જોકે, તે કાગિસો રબાડાની બોલિંગ પર આઉટ થયો અને સદીથી ચૂકી ગયો. મધ્યક્રમમાં ધ્રુવ જુરેલે 7 રન અને કેપ્ટન રિયાન પરાગે 6 બોલમાં 11 રન બનાવ્યા. દાસુન શાનકાએ 3 અને જોફ્રા આર્ચરે 7 રન બનાવી આઉટ થયા હતા. ઇનિંગ્સની અંતિમ ઓવરમાં અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 35 બોલમાં નોટઆઉટ 45 રન બનાવ્યા, જ્યારે ડોનોવન ફરેરાએ માત્ર 11 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી નોટઆઉટ 38 રન ફટકારી ટીમને મજબૂત ફિનિશ આપી.

ગુજરાત ટાઇટન્સના બોલરોની શરૂૂઆત સારી રહી હતી, પણ અંતિમ ઓવરમાં ભારે રન પડ્યા. ઝડપી બોલર કાગિસો રબાડા સૌથી સફળ રહ્યો, તેણે 4 ઓવરમાં 35 રન આપી 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી. જેસન હોલ્ડરે પણ 4 ઓવરમાં માત્ર 27 રન આપી 2 વિકેટ લીધી. સ્ટાર સ્પિનર રાશિદ ખાન આજે ખૂબ મોંઘો સાબિત થયો અને તેણે પોતાના 2 ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 45 રન આપી દીધા. તેના સિવાય, મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 42 રન આપી 1 વિકેટ લીધી અને પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ 42 રન આપી 1 વિકેટ ઝડપી. વાશિંગ્ટન સુંદરએ 2 ઓવરમાં 23 રન આપ્યા, પણ તેને કોઈ સફળતા મળી નહોતી.

શુભમન ગિલે ખાલી 47 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે આઈપીએલ પ્લેઓફના ઈતિહાસમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા લગાવવામાં આવેલી સૌથી ઝડપી સદી છે. આવું કરીને તેણે પોતાનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો, જે 2023માં મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ 129 રનની ઈનિંગ્સ દરમ્યાન 49 બોલમાં બનાવ્યો હતો. ગિલથી પહેલા રિદ્ધિમાન સાહા (2014) અને રજત પાટીદાર (2022) પણ પ્લેઓફમાં 49 બોલમાં સદી લગાવી ચુક્યા છે.
આ શાનદાર પ્રદર્શન સાથે જ ગિલ પ્લેઓફ મેચમાં બે સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ અગાઉ તેણે 2023ની સિઝનમાં પણ સદી ફટકારી હતી અને રસપ્રદ વાત એ છે કે એ સદી પણ બીજી ક્વાલિફાયર મેચ દરમ્યાન બનાવી હતી.

 

ફાઇનલનું સપનું રોળાતા જ વૈભવ રડવા લાગ્યો
પોતાની વિસ્ફોટક બેટિંગથી બોલરોને રડાવનાર વૈભવ સૂર્યવંશી પોતે પણ રડવા લાગ્યો. વૈભવ સૂર્યવંશીના આ આંસુ આઇપીએલ 2026 ની ક્વોલિફાયર 2 મેચમાં હાર પછી આવ્યા. રાજસ્થાન રોયલ્સ આ મેચ ગુજરાત ટાઇટન્સ સામે 7 વિકેટથી હારી ગયું. રાજસ્થાન રોયલ્સે વૈભવ સૂર્યવંશીની 96 રનની તોફાની ઇનિંગના આધારે 214 રન બનાવ્યા, પરંતુ જવાબમાં ગુજરાત ટાઇટન્સે ફક્ત 3 વિકેટ ગુમાવી 8 બોલ પહેલા જ લક્ષ્ય હાંસલ કર્યું. ગુજરાતના બેટ્સમેન રાહુલ તેવતિયાએ વિજયી ફોર ફટકારતાની સાથે જ આઇપીએલ 2026 માં રાજસ્થાનની સફરનો અંત આવ્યો અને વૈભવ સૂર્યવંશી ભાવુક થઈ ગયો. રાજસ્થાન રોયલ્સ મેચ હારી જતાં જ કેમેરો વૈભવ સૂર્યવંશી પર કેન્દ્રિત થઈ ગયા. વૈભવ ખૂબ ગુસ્સે થયો હતો. સિનિયર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. આ વાતચીત લાંબા સમય સુધી ચાલુ રહી. આ પછી, વૈભવ સૂર્યવંશી ડગઆઉટમાં ગયો. તેણે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ સાથે હાથ પણ મિલાવ્યો નહીં. તે ડગઆઉટમાં બેઠો હતો, તેની ટોપીથી ચહેરો છુપાવતો હતો. જોકે, તેની ભીની આંખો કેમેરામાં કેદ થઈ ગઈ.