Site icon Gujarat Mirror

જી.જી.હોસ્પિટલની ઇન્ટર્ન તબીબી યુવતીનો આપઘાતનો પ્રયાસ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે કાર્યરત રિયા ગીનોયા નામની 22 વર્ષની મેડિકલ સ્ટુડન્ટે આજે સાંજે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનું પગલું ભરી લેતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી છે, અને જી.જી. હોસ્પિટલના તબીબી વર્તુળમાં ભારે દોડધામ મચી ગઈ છે. તેણીએ કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભર્યું છે, તે કોઈ જાણી શક્યું નથી. આથી તબીબી યુવતિ ના પરિવારજનો, કે જેઓ સુરત રહે છે, તેમને તાત્કાલિક અસરથી જામનગર બોલાવી લેવાયા છે, અને તેઓ જામનગર પહોંચી રહ્યા છે. જેઓ આવી ગયા બાદ સમગ્ર હકીકત પરથી જાણવા મળશે. હાલ તેણી બેશુદ્ધ અવસ્થામાં સારવાર હેઠળ છે.

Exit mobile version