ગુજરાત
જી.જી. હોસ્પિટલમાં 50 બેડનો બાળકોનો અલાયદો વોર્ડ શરૂ
જામનગરમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ડેન્ગ્યુના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. તો બાળકોની સંખ્યા વિશેષ રહેતી હોવાથી બાળકો માટે અલાયદો વોર્ડ શરૂૂ કરવામાં આવ્યો છે.
જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જામનગર શહેરના મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલ અને દવાખાના તેમજ સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની બેકાબુ ભીડ જોવા મળી રહી છે. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં શરદી, ઉધરસ, તાવ, મેલેરીયા, ડેન્ગ્યુ વગેરેના અસંખ્ય દર્દીઓ જોવા મળી રહ્યા છે.
જામનગરની માત્ર સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓમાં માત્ર ડેન્ગ્યુના જ દર્દીઓની સંખ્યા વિશેષ જોવા મળે છે. આશરે 30 જેટલા દર્દીઓ દરરોજ ડેન્ગ્યુની સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્યાં છે.
તેમાં પણ ખાસ કરીને બાળકોમાં રોગચાળાનું વિશેષ પ્રમાણ જોવા મળતા જી.જી. હોસ્પિટલમાં બાળકો માટે ખાસ અલાયદો 5ચાસ બેડનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.