ગુજરાત

ભારતીય પોસ્ટલ યુનિયન ગુજરાતનું મહાસંમેલન ગોંડલ ખાતે યોજાયું

Published

on


ગ્રામીણ ડાક સેવકને નિશ્ચીત પેન્શન / 5 લાખ સુધીની ગ્રેચ્યુટી તેમજ અમાનવીય ટાર્ગેટ તેમજ પોસ્ટમેન કેડરની અતિ વર્કલોડ તેમજ ખાલીજગ્યા ભરવા સહીતની માંગ સાથે દેશ વ્યાપી સંઘર્ષ કરવા ગોંડલ ખાતે પ્રથમ ચરણ રૂૂપે મંડાણ થયા. આ માંગ ગોંડલ ખાતે મળેલ ભારતીય પોસ્ટલ યુનિયનના મહા સંમેલન વેળાએ માંગપત્ર સાથે કરાયેલ. ગુજરાતભરથી વિશાળ સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડેલ. મહાસંમેલનમાં ઉપસ્થીતીઓનું સ્વાગત સન્માન સર્કલ સેક્રેટરી પ્રભાતભાઈ ડાંગરે કરેલ. આ સંમેલનની પ્રસંગોની ભરમાર રૂૂપરેખા સાથે સમજાવતા યુનિયન પેટ્રોન એસ.કે. વૈષ્ણવે જણાવેલ કે આજથી 45 વર્ષ પહેલા જી.ડી.એસ. ને ન્યાય અપાવવા લડત કરનાર અને જે તે સમયની માંગ સ્વીકાર કરાવનાર એવા દિગ્ગજ સ્વ. ટી.વી. રાઠોડને ખાસ યાદ સાથે સ્મરણ કરાયેલ.


સંતોષકુમાર સીંધ ભારતીય પોસ્ટલ યુનિયનના સર્વસર્વ કે જેમની મિનિસ્ટ્રી લેવલે તેમજ ડાકભવન ખાતે જેમનું મોટુ નામ છે તેમનું આ મહાસંમેલનમાં અતી ભવ્ય સન્માન કરાયેલ. લગાતાર અડધો કલાક તેમનો સન્માન કાર્યક્રમ ચાલુ રહેલ. તેમને જી.ડી.એસ. પ્રાણ પ્રશ્નો ઉકેલવા જે માંગપત્ર સોંપાયેલ તેમના પ્રત્યાઘાત રૂૂપે બાહેંધરી આપેલ કે જી.ડી.એસ. ને પેન્શન ગ્રેચ્યુટી મામલો ઉઠાવેલ છે જ આગામી દિવસોમાં દિલ્હી ખાતે દેશભરમાંથી 1 લાખ જી.ડી.એસ. કર્મચારીને એકત્રીત કરી વડાપ્રધાનશ્રી સાથે સીધા સંવાદ કરવાની યોજના જાહેર કરેલ.
વિશેષ જણાવેલ કે અમાનવીય ટાર્ગેટ બાબતે જો કોઈ કર્મચારીને શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તો મને તાકીદે જાણ કરશો. પોસ્ટમેનના જનરલ સેક્રેટરી દિલ્હી ખ્યાલીરામ શર્માએ પોસ્ટમેનની સમસ્યા તેમજ ખાલી પડેલ જગ્યાઓ ભરવા કાર્યવાહી હાથ ધરાશે એવી બાહેંધરી આપી. જી.ડી.એસ. રાષ્ટ્રીય અધ્યક્ષ દિનેશ રાયે જી.ડી.એસ. ના પેન્શન, ગ્રેચ્યુટી મામલે ખાત્રી આપેલ કે આગામી દિવસોમા આ બાબતે સંઘર્ષ જરૂૂર કરવામાં આવશે. દેશભરની ચીફ પી.જી.એમ.જી. કચેરી, ઓફીસ સ્ટાફના અપૂર્વભાઈ કડીયા, જનરલ સેક્રેટરી ભારતીય પોસ્ટલ એડમીનીસ્ટેટીવ ઓફીસ સ્ટાફ દિલ્હીના ચુંટાયેલ તેમનું આ સંમેલનમાં ભવ્ય સન્માન કરાયેલ. આ મહા સંમેલનમાં શરદભાઈ તેરૈયા, ડી.યુ. સોલંકી, આર.સી. વાઘેલા, નીતુભા પરમાર, કરણસિંહજી જાડેજા, આશિષ ત્રીવેદી, એન.ડી. રાણા, અજમલભાઈ ધોધલ ખાસ હાજર રહેલ. વિમલ ત્રીવેદી ડેપ્યુટી જનરલ સેક્રેટરી ભારતીય યુનિયન દિલ્હી કર્મચારી માટે કોઇપણ રજુઆત હોય તો તેમનો સંપર્ક કરવા જણાવેલ.


મહાસંમેલન એનાઉન્સર જયદેવસિંહ વાળાએ ખુબજ અસરકારક રીતે સંમેલન સંભાળેલ. આ મહાસંમેલનને સફળ બનાવવા જયદેવસિંહ વાળા, જયદિપ ગંગાવડીયા, પ્રદિપસિંહ વાઘેલા, મોહીત મકવાણા, વત્સલ કારીયા, શંભુભાઈ મેટલીયા, જેન્તીભાઈ કથીરીયા વ. રાતદિવસ જહેમત ઉઠાવેલ. આ મહાસમારંભમાં ઉપસ્થીત આશરે 450 થી વધારે ઉપસ્થીતીઓએ કાઠીયાવાડી ભોજનનો સ્વાદ માણેલ. આભારવિધિ જગદિશભાઇ લશ્કરીએ કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version