Site icon Gujarat Mirror

માળિયા હાઈ-વે પરથી ગૌરક્ષકોએ અબોલ જીવ ભરેલી બોલેરો ઝડપી લીધી

માળિયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ નજીકથી ગૌરક્ષકોની ટીમે બોલેરોમાં ક્રુરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના 15 અબોલ જીવની હેરાફેરી કરનાર ઇસમોને ઝડપી લઈને પોલીસ મથકને મુદામાલ સોપ્યો હતો પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

મોરબીની વેરાઈ શેરીમાં રહેતા ધવલભાઈ કિશોરભાઈ વાગડીયાએ આરોપીઓ રાહુલ વાલજીભાઈ વાઘેલા, વાલજીભાઈ સવસીભાઇ વાઘેલા રહે બંને શોભેશ્વર રોડ મોરબી 2 અને હુશેનશાહ કાસમશાહ શેખ રહે અંજાર એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાહુલ અને વાલજીએ પોતાની બોલેરો જીજે 13 એએક્સ 7823 વાળીમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર પુરાવા વગર ઘેટા જીવ નંગ 02 અને બકરા જીવ નંગ 13 એમ કુલ 15 જીવ આરોપી હુશેનશાહે ભરી આપી મોરબી માળિયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ નજીકથી બોલેરો ગાડીમાં ઘેટા બકરા ક્રુરતાપૂર્વક ભરી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના મળી આવ્યા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Exit mobile version