Site icon Gujarat Mirror

જેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના મકાનમાંથી 26 હજારનો ગાંજો પકડાયો

 

જેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના ઘરે પોલીસે દરોડો પાડી રૂૂ. 26127ની કીમતનો 522.540 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. ગાંજાનો જથ્થો ઘરમાં ટીપોઈની નીચે છુપાવી રાખ્યો હતો.

મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા જીલ્લામાં નાર્કોટીક્સ પદાર્થો વેચનાર તેમજ માદક પદાર્થોનાં વેચાણ કે હેરાફેરી કરતા ઈસમાં ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા સુચના આપી હોય. ડીવાયએસપી રોહીતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પી.આઈ ડો.એમ.એમ.ઠાકોર સહીતના સ્ટાફે બાતમીના આધારે જેતપુરના પેઢલા ગામ ખાનપરાના મઢવાળી શેરીમા રહેતા ભરતભાઈ જયંતભાઈ ઉર્ફે જેન્તીભાઈ ભટ્ટના ઘરે દરોડો પાડતા ઘરની લાકડાની ટીપાઈ નીચેથી રૂૂ.26127ની કીમતનો 522.540 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ આ જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને કોને વેચતો હતો તે મામલે રિમાન્ડ ઉપર વધુ પુછપરછ શરૂૂ કરી છે.

જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના પી.આઈ ડો. એમ.એમ.ઠાકોર, પીએસઆઈ એલ.ડી.મેતા, એએસઆઈ સંજયભાઇ પરમાર, વલ્લભભાઇ બાવળીયા, હિતેષભાઇ વરૂૂ, રીઝવાનભાઇ સિંજાત, વાસુદેવસિંહ જાડેજા, અજયભાઈ રાઠોડ, ચેતનભાઈ ઠાકોર, સંજયભાઇ પરમારે કામગીરી કરી હતી.

Exit mobile version