ગોંડલના લીલાખા પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવારમાં મોત

સાઢુના ઘરેથી આંટો મારી પરત ફરતાં કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે લીલાખાથી નવાગામ વચ્ચે અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવાર…

સાઢુના ઘરેથી આંટો મારી પરત ફરતાં કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો

રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે લીલાખાથી નવાગામ વચ્ચે અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે સુલતાનપુર પોલીસે કાગળો કરવા તજવીજ શરૂ કરી છે.

બનાવની વિગતો અનુસાર, ગોંડલના ચરખડી ગામે રહેલા લાલો ઉર્ફે બાબુ (ઉ.25) નામનો યુવાન તેના સાઢુભાઈના ઘરે આંટો મારવા જતાં હતાં ત્યારે કોઈ કારના ચાલકે તેમને ઠોકરે લેતાં તેમને હાથમાં ફેકચર થયું હતું અને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતાં તેનું હોસ્પિટલમાં સારવારમાં દમ તોડયો હતો. તે ચાર ભાઈ એક બહેનમાં નાનો હતો. તેમને સંતાનમાં એક દીકરો છે. આ ઘટનામાં અકસ્માત સર્જનાર કારના ચાલક સામે કાર્યવાહી કરવા સુલતાનપુર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.