Site icon Gujarat Mirror

મુસાફરોને રિક્ષામાં બેસાડી પૈસા સેરવી લેતી બેલડી ઝડપાઇ

39 હજારનો મુદ્દામાલ જપ્ત, બંન્ને સામે કુલ આઠ ગુના

રાજકોટ શહેરમાં વૃધ્ધ મુસાફરોને રિક્ષામાં બેસાડી પૈસા અને પર્સ સેરવી લેતી ગેંગના બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. બંન્ને આરોપી વિરૂધ્ધ કુલા આઠ ગુના નોંધાઇ ચૂકયા છે.

વધુ વિગતો મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ પટેલની રાહબેરીમાં પીએસઆઇ ડોડીયા, પ્રતાપસિંહ મૌયા, દિવ્યરાજસિંહ સહિતના સ્ટાફે દુધસાગર રોડ પર માજોઠી નગરમાં રહેતા ઇકબાલ જવા માજોઠી અને રામનાથપરા નજીક મનહરપરામાં રહેતા સાગર ધીરુભાઇ રાઠોડને ઝડપી લીધા હતા. તેમજ તેની પાસેથી કુલ રૂા.39 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓએ થોડા દિવસ પહેલા કાલાવડ રોડ પર રહેતા કરશનભાઇ વાઘેલાને યુનિવર્સિટી રોડ પરથી રિક્ષામા બેસાડી તેના ખીસ્સામાં રહેલા 14000 તફડાવી લીધા હતા. તેમજ આ સાથે તેમની પૂછપરછમાં વધુ ગુનાઓ ઉકેલવાની શકયતા છે. આરોપીઓ સાથે અગાઉ મારામારી, દારૂ અને તફડંચી સહિતના ગુનાઓ નોંધાઇ ચૂકયા છે.

Exit mobile version