Site icon Gujarat Mirror

ખૂનની કોશિશના ગુનામાં બે આરોપીની ચાર્જશીટ પહેલા જામીન અરજી મંજૂર કરાઈ

ઘર પાસે ચાલવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવાનને રસ્તામાં આંતરિ ત્રિપુટીએ હુમલો કર્યા’તો

સાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં ઘર પાસે ચાલવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી નો ખાર રાખી યુવાનને રસ્તામાં આંતરિક ત્રણ શખ્સોએ કરેલા કુહાડીયા અને પાઇપ વડે હુમલાના ગુનામાં જેલ હવાલે રહેલા પાડોશી બે શખ્સોને જામીન ઉપર છોડી મૂકવાનો ગોંડલ સેશન્સ કોર્ટએ હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ શાપર-વેરાવળ ખાતે રહેતા મુકેશભાઇ નાજાભાઈ રાઠોડ નામના યુવાનને તારીખ:27/11/2025ના રોજ પાડોશીધના ગઢવી, ભોજા ગઢવી , મેઘાભાઈ ગઢવી રસ્તામાં આંતરિ અગાઉ ઘર સામે ચાલવા બાબતે થયેલી બોલા-ચાલીનો ખાર રાખી કુહાડી અને પાઇપથી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી આજે તો તને પુરો જ કરી નાખવો છે તેમ ધમકી આપ્યા અંગેની સાપર પોલીસ મથકમાં ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હાલ જેલમાં રહેલા ભોજાભાઈ નાગસુરભાઈ માલાણી અને મેઘાભાઈ કરશનભાઇ અગરવચ્છાએ તેમના વકીલ મારફત રેગ્યુલર જામીન મેળવવા માટે ગોંડલ કોર્ટમાં અરજી કરી હતી.

જેમાં જામીન અરજી ની સુનાવણી ચાલવા પર આવતા જેમાં આરોપીઓના વકીલ, સરકારી વકીલ તથા ફરીયાદીના વકીલની દલીલો સાંભળી તેમજ ફરીયાદીએ જાતે હાજર રહીને આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ અને અગાઉ પણ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ કરેલ હોવાનું અને આરોપીઓના ડરના કારણે પોતાનું રહેઠાણ છોડીને જતું રહેવાની નોબત આવેલ હોય તેવી ઉગ્ર રજૂઆતો કરી જામીન અરજી નામંજુર કરવા અરજ કરી હતી તેમજ આરોપીઓ તરફે થયેલ દલીલ તેમજ રજુ થયેલ ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓના આધારે ગોંડલ સેશન્સ કોર્ટ દ્વારા બન્ને આરોપીઓના ચાર્જશીટ પહેલાની જામીન મંજુર કરવામાં આવી છે.આ કેસમાં બન્ને આરોપીઓ વતી રાજકોટના વકીલ રૂૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરજા, રવિભાઈ લાલ, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, જીતભાઈ શાહ, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા તથા પ્રેમરાજસિંહ પરમાર રોકાયેલ હતા.

Exit mobile version