Site icon Gujarat Mirror

શિવાજીનગર અને રૂદ્ર રેસીડેન્સીમાં જુગારનો દરોડો, 30 હજારની રોકડ કબજે

શહેરના દુધસાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં અને આસ્થા ચોક પાસે રૂદ્ર રેસીડેન્સીમાં જુગારનો દરોડો પાડી પોલીસે 8 મહિલા સહિત 11 શખ્સોને ઝડપી 30 હજારની રોકડ કબજે કરી છે.

વધુ વિગતો મુજબ શિવાજીનગરમાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ મહેશવરી અને સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા રમાબેન હદાણી, રજીયાબેન નોડે, અંજુબેન ખમાણી, જીન્તબેન સુભણીયા, રમેશ સોરાણી, દિનેશ ખીચડીયા અને માધવ વઢીયારાને ઝડપી 15000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે બીજા દરોડામાં પ્ર.નગર પોલીસ મંથકના પીએસઆઇ જે.બી.રાણીગા અને તોફીકભાઇ મંધરા સહિતના સ્ટાફે આસ્થા ચોક પાસે આવેલી રૂદ્ર રેસીડેન્સી બ્લોક નંબર-1માં દરોડો પાડી જુગાર રમતા રેખાબેન સીંધી, ગીતાબેન ઉદાણી, અનુબેન વસદાણી અને રજનીબેન નાગરેચાને ઝડપી રૂા.15000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Exit mobile version