Site icon Gujarat Mirror

શાપરમાં યુવાનનું બેભાન હાલતમાં મોત : ઝેર પી જીવન ટૂંકાવ્યાની શંકા

શહેરની ભાગોળે આવેલા શાપર-વેરાવળમાં રહેતા યુવકનું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધાની આશંકાએ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આપવ્યા બાદ યુવકના મોતનું કારણ જાણવા મળશે. તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળ શાંતિધામ વિસ્તારમાં રહેતાં અભય કિશોરભાઈ (ઉ.20) પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન બે ભાઈ બે બહેનમાં નાનો હતો અને બહારથી દવા પીને ઘેર આવી ઉલ્ટી કર્યા બાદ બેભાન હાલતમાં મોત નિપજ્યું હોવાની શંકાએ યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું કારણ જાણવા મળશે.

આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા પાંચ સ્થળે સગીરા સહિત પાંચ લોકોએ જવલનશીલ પ્રવાહી પી લીધું છે. જેમાં પોપટપરામાં કૌશલબેન અમૃતભાઈ જોબનપુત્રા (ઉ.14)એ એસિડ, ભીલવાસમાં રહેતાં મિહીર પંકજભાઈ જારેરા (ઉ.23)એ ફિનાઈલ, માલીયાસણમાં સારીકાબેન યાકુબભાઈ સૈયદ (ઉ.27)એ ફિનાઈલ, રામનાથપરામાં અલી જમાલભાઈ સુમરા (ઉ.40)એ ફિનાઈલ અને તંબા ગામે અમન જુમાભાઈ બ્લોચ (ઉ.23)એ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version