અટીકા લાલપાર્ક અને મવડી બાપા સિતારામ ચોક પાસે સ્વામિનારાયણ પાર્કમાં ઘરમાં ચાલી રહેલા જુગારધામમાં ભક્તિનગર અને એલસીબી ઝોન-2 ટીમે દરોડા પાડી બંને ઘરના માલિકો સહિત 13 પત્તાપ્રેમીઓને પકડી લઇ રોકડ કબ્જે કરી હતી.
ઢેબર રોડ અટીકા લાલપાર્ક મેઇન રોડ ડી માર્ટ પાછળ શ્રધ્ધાપુરી સોસાયટી-3માં રહેતાં રસિક કલોલાના ઘરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી ભક્તિનગર પોલીસે દરોડો પાડી તેના સહિત છને પકડીલઇ રૂૂા. 26250ની રોકડ કબ્જે લીધી હતી. જ્યારે બીજા દરોડામાં એલસીબી ઝોન-ર ટીમે મવડી બાપા સિતારામ ચોક સ્વામિનારાયણ પાર્ક-1માં અશોક નંદેસરીયાના મકાનમાં દરોડો પાડી તેના સહિત 7ને જૂગાર રમતાં પકડી લઇ રૂૂા. 44200ની રોકડ કબ્જે કરી હતી.
જાણવા મળ્યા મુજબ ભક્તિનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતાં રસિક વશરામભાઇ કલોલા (ઉ.વ.50)ના લાલપાર્ક-3ના મકાનમાં દરોડો પાડી તેને તથા કલ્પેશ પ્રવિણભાઇ સઇજા (ઉ.વ.41-રહે. રાજદીપ સોસાયટી સરધાર), હિતેષ ભુપતભાઇ કારેટીયા (ઉ.વ.40-રહે. જીન પ્લોટ સરધાર), પ્રવિણ પ્રાગજીભાઇ કસાગવા (ઉ.વ.56-2હે. કોઠારીયા શીવજી મંદિર સામે), ભરત ડાયાભાઈ ઇન્દ્રોડા (ઉ.વ.56-રહે. હરિ ધવા રોડ બજરંગ નિવાસ) અને મનિષ ગોરધનભાઈ જાટકીયા (ઉ.વ.54-રહે. સોમનાથ માર્કેટ સરધાર)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂૂા. 26250ની રોકડ કબ્જે લીધી હતી. ઝડપાયેલા ખેતી કામ, શાકભાજી-ફુટનો ધંધો અને વેપાર તથા છુટક ડ્રાઇવીગ કરે છે. તેમજ એક નોકરીયાત છે અને એક નિવૃત જીવન જીવે છે. પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઈ એસ. એચ. ગોહિલ, યોગીરાજસિંહ જાડેજા અને ટીમે આ દરોડો પાડયો હતો.
બીજા દરોડામાં એલસીબી ઝોન-ર ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી મવડી બાપા સિતારામ ચોક સ્વામિનારાયણ પાર્ક-1માં રહેતાં ખાણીપીણના ધંધાર્થી અશોક ભગવાનજીભાઈ નંદેસરીયા (ઉ.વ.49)ના ઘરમાં દરોડો પાડી તેને તથા રિક્ષાચાલક આરીફ સાબાનખાન પઠાણ (ઉ.વ.38-રહે. સુભાષનગર-8 રૈયા રોડ), લોન્ડ્રી ચલાવતાં નિલેષ કેશવલાલ ચૌહાણ (ઉ.વ.45-રહે. ગુરૂૂપ્રસાદ ચોક, ડાલીબાઇ હોસ્ટેલ સામે ક્વાર્ટર), ડ્રાઇવીંગ કરતાં સંજય ચીમનલાલ પાઉ (ઉ.વ.પર-રહે. ગુરૂૂપ્રસાદ ચોક ત્રિવેણીનગર-3), ફુટનો ધંધો કરતાં અક્ષય ધીરજલાલ પરમાર (ઉ.વ.32-2હે. શ્રીનાથજી સોસાયટી-8, મવડી પ્લોટ), ડ્રાઇવીંગ કરતાં ધર્મેશ હેમતભાઇ પરમાર (ઉ.વ.38-રહે. અંકુર મેઇન રોડ ભોલેનાથ સોસાયટી-4) અને છુટક મજૂરી કરતાં સંદિપ મહેન્દ્રભાઇ ડોડીયા (ઉ.વ.39-રહે. મવડી રામેશ્વર સોસાયટી-1)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂૂા. 44200 કબ્જે લીધા હતાં. પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ જયંતિભાઇ, હરપાલસિંહ, રાજેશભાઇ, શક્તિસિંહ ગોહિલ, સત્યજીતસિંહ જાડેજા સહિતે આ દરોડો પાડયો હતો.
