જેતપુરના કારખાનામાં જુગારનો દરોડો, નામચીન શખ્સ સહિત ત્રણ ઝડપાયા

જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં દરોડો પાડી જુગારનો અખાડો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં નામચીન શખ્સ સહીત ત્રણની ધરપકડ કરી પોલીસે રોકડ…

જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં દરોડો પાડી જુગારનો અખાડો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં નામચીન શખ્સ સહીત ત્રણની ધરપકડ કરી પોલીસે રોકડ રૂૂ.1.58 લાખ અને મોબાઈલ ફોન સહિત કુલ 1,84,000 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજકોટ રેંજ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જરની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ એલસીબીના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂૂ અને મનદીપસિંહ જાડેજાને બાતમીને આધારે જેતપુરના નાજા વાળાપરામાં રહેતો હિતેશ ઉર્ફે ભયલુ જેરામભાઈ ભાખોતરા પોતાની માલિકીના ’શિવાની પ્રોસેસ’ નામના કારખાનામાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે એલ.સી.બી.ના પી.એસ. આઈ. આર.વી. ભીમાણી અને તેમની ટીમે કારખાના પર દરોડો પાડ્યો હતો. સ્થળ નામચીન અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઈ બારૈયા તેમજ હિતેશ ઉર્ફે ભયલુ જેરામભાઈ ભાખોતરા (રહે. જેતપુર) અને અમિત દિનેશભાઈ ભડેલીયા (રહે. વીરપુર) ની ધરપકડ કરી રૂૂ.1.58 લાખની રોકડ અને 26,000 રૂૂપિયાની કિંમતના 4 મોબાઈલ ફોન મળી રૂૂ.1.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી હિતેશ ઉર્ફે ભયલુ અગાઉ પણ જુગારના ગુનામાં સંડોવાયેલ છે. જ્યારે અનિલ ઉર્ફે ડબલી સામે પ્રોહિબિશન, જુગાર અને મારામારી સહિતના 74 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તે પાંચ વખત પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે.

એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર જે.પી.રાવ સાથે પી.એસ.આઈ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ તથા એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી તથા ભાવેશભાઈ ચાવડા, મનીષભાઈ વરૂૂ, રમણીકભાઈ મણવર, અર્જુનભાઈ ડવેરા, રસીકભાઈ જમોડ, મનદીપસિંહ જાડેજા, ભરતભાઈ ગમારા, શક્તિસિંહ ઝાલાએ કામગીરી કરી હતી.