Site icon Gujarat Mirror

સોમનાથમાં અપહરણના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

પોલીસ દ્વારા દહેગામ પો.સ્ટેશને આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરાઇ

પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ. એસ.વી.રાજપુત , પો. સબ ઇન્સ એ.સી.સિંધવ તથા પો. સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા ની રાહબરી હેઠળ એલ.સી.બી. ના પો. હેડ કોન્સ. હિતેશભાઇ વાળા , પો. કોન્સ. કરણસિંહ ચૌહાણ , પિયુષભાઇ બારડ ના હયુમન સોર્સીસ આધારે ગાંધીનગર જીલ્લાના દહેગામ પો.સ્ટે. ગુ. બી.એન.એસ.- 2023 ની ક.- 137(2), 87 ગુન્હાના આરોપી ગુનાના ફરિયાદીની દિકરી ઉ.વ.15 વર્ષ 3 માસ 15 દિવસ વાળીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદાથી અપહરણ કરી લઇ જઈ ગુનો કરી નાશી ગયેલ હોય આરોપી યુવરાજ અનુપસિંહ ચૌહાણ ઉ વર્ષ 24 રહે ભાટઈ વાસના સોગઠી ગાંધીનગર જેની અટક સોમનાથ મંદિર વોક વે પંથ ઉપરથી પકડી પાડી દહેગામ પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

Exit mobile version