ફૂડ રેગ્યુલેટર FSSAI એ રેડ બુલ અને પેપ્સિકો ઈન્ડિયા સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને ખોટી બ્રાન્ડિંગ અને ગેરમાર્ગે દોરતા દાવાઓ બદલ નોટિસ ફટકારી છે. FSSAI એ કહ્યું કે તેણે એનર્જી ડ્રિંક્સ માટે કોઈ ધોરણો સૂચિત કર્યા નથી.પીણા બ્રાન્ડ્સને નોટિસ ફટકારીફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે – FSSAI એ એનર્જી ડ્રિંક્સ હોવાનો દાવો કરતી ઘણી પીણા બ્રાન્ડ્સને નોટિસ ફટકારી છે, જેમાં તેમના પર ખોટી બ્રાન્ડિંગ અને ભ્રામક દાવા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
છ બ્રાન્ડ્સનો સમાવેશતેમાં કહેવામાં આવ્યું છે કે આ છ બ્રાન્ડ્સમાં રેડ બુલ એનર્જી ડ્રિંક, પેપ્સિકો એડ્રેનાલિન રશ એનર્જી ડ્રિંક, રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સનું કેમ્પા એનર્જી ડ્રિંક – ગોલ્ડ બૂસ્ટ, સ્ટિંગ એનર્જી ડ્રિંક, હેલ એનર્જી અને કોકા-કોલાનું મોન્સ્ટર એનર્જી ડ્રિંકનો સમાવેશ થાય છે. તાજેતરના દિવસોમાં, FSSAI એ ઘણા ફૂડ બિઝનેસ ઓપરેટરો (FBOs) ને ખોટી બ્રાન્ડિંગ અને ગેરમાર્ગે દોરતા દાવાઓ અને જાહેરાતો માટે નોટિસ ફટકારી છે. તેણે ગ્રાહકોની ફરિયાદોના આધારે નોટિસ પણ ફટકારી છે.
