Site icon Gujarat Mirror

હૈદ્રાબાદમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીને ચાકુની અણીએ દારૂ પીવડાવી ગેંગરેપ

 

હૈદરાબાદમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નરસિંગી વિસ્તારમાંથી લાપતા થયેલી 8માં ધોરણની વિદ્યાર્થિની સાથે ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે.

હૈદરાબાદના નરસિંગી વિસ્તારમાંથી ગત સોમવારથી લાપતા થયેલી 16 વર્ષીય વિદ્યાર્થિની ચેંગીચેરલાના એક ફ્લેટમાંથી મળી આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ત્રણ શખ્સોએ તેને બંધક બનાવી, ચપ્પુની અણીએ બળજબરીથી દારૂૂ પીવડાવી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે એક 24 વર્ષીય યુવક અને એક સગીરની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજો આરોપી હજુ ફરાર છે.

ભોગ બનનાર સગીરા ધોરણ 8માં અભ્યાસ કરે છે. તે ધરપકડ કરાયેલા સગીર આરોપીને પહેલાથી ઓળખતી હતી, જે ચારમિનારની એક ફૂટવેર શોપમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો.

ગત 16 ફેબ્રુઆરીના રોજ શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થિની તેને મળવા ગઈ હતી. ત્યાંથી આરોપીઓ તેને લલચાવી-ફોસલાવી ચેંગીચેરલાના એક ખાલી એપાર્ટમેન્ટમાં લઈ ગયા હતા.

એપાર્ટમેન્ટમાં ત્રણેય નરાધમોએ સગીરા પર હુમલો કર્યો અને જીવથી મારી નાખવાની ધમકી આપીને તેને દારૂૂ પીવા મજબૂર કરી હતી. તબીબી તપાસમાં સગીરાના ખાનગી ભાગોમાં ગંભીર ઈજાઓ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે બુધવારે સગીરાને ફ્લેટમાંથી રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડી હતી.સગીરા તેન નાની સાથે નરસિંગીની એક સોસાયટીમાં રહેતી હતી. સોમવારે સવારે તે સ્કૂલે જવા નીકળી હતી પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. કોઈ પત્તો ન મળતા મંગળવારે સવારે તેની માતાએ પોલીસમાં ગુમશુદગી અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી., જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આ પાપનો પર્દાફાશ કર્યો હતો.

 

Exit mobile version