ગુજરાત

કાલથી અમદાવાદથી રાજ્યના દરેક યાત્રાધામ જવા મળશે હેલિકોપ્ટર સેવા

Published

on

ગુજરાતમાં પ્રવાસીઓ માટે હવે અમદાવાદથી કોઈપણ યાત્રાધામ પહોંચવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂૂ થશે. અમદાવાદ બેઝ્ડ એરોટ્રાન્સ પરથી આ સેવા શરૂૂ કરવામાં આવશે. આગામી 27 ડિસેમ્બરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે.
આગામી 27 ડિસેમ્બરથી રણોત્સવનો આકાશી નજારો જોઈ શકાશે. હેલિકોપ્ટર દ્વારા આ મજા માણી શકાશે. આ માટે બુકિંગ પણ શરૂૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જોય રાઈડ શરૂૂ કરવામાં આવી છે. તમે અમદાવાદથી ધોરડો, અંબાજી, અમદાવાદથી શ્રીનાથજી, અમદાવાદથી પાલીતાણા, અમદાવાદથી સાળંગપુર, અમદાવાદથી સોમનાથ, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદથી વડનગર અને અમદાવાદથી નડાબેટની હેલિકોપ્ટર સેવા મળશે.
કાલથી મેળાઅડદર (થોળ)થી સેવાની શરૂૂઆત થશે જેમાં અમદાવાદથી અંબાજી ફક્ત 40 મિનિટમાં,અમદાવાદથી તલગાજરડા ફક્ત દોઢ કલાકમાં, અમદાવાદથી શ્રીનાથજી ફક્ત દોઢ કલાકમાં, અમદાવાદથી પાલિતાણા ફક્ત સવા કલાકમા, અમદાવાદથી સારંગપુર 50 મિનિટમાં, અમદાવાદથી સોમનાથ ફક્ત દોઢ કલાકમાં, અમદાવાદથી જઘઞ એક કલાકમાં, અમદાવાદથી વડનગર અડધો કલાકમાં અને અમદાવાદથી નડાબેટ 55 મિનિટમાં પહોંચી જવાશે.

આ સાઇટ પર થશે ઓનલાઈન બુકિંગ

જો તમારે પણ આ સ્થળો પર હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરવી હોય તો તેની ટિકિટ ઓનલાઈન બુક કરાવવી પડશે. તમે https://dhordo-joyride. aerotrans.in અથવા www.aerotrans.in વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકો છો. આ હેલિકોપ્ટર તમને અમદાવાદના રિવરફ્રંટ પર બનાવવામાં આવેલા એરોટ્રાન્સ પરથી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version