રાષ્ટ્રીય

એસિડિટીથી લઇને માથાના દુખાવા સુધીની દવા પરીક્ષણમાં ફેલ

Published

on


ભારતની સર્વોચ્ચ ઔષધ નિયામક સંસ્થાએ લગભગ 50 દવાઓના નમૂનાઓને માનક ગુણવત્તાના અનુરૂૂપ નથી જોયા. જેમાં વ્યાપકપણે વપરાતી પેરાસિટામોલ, પેન્ટોપ્રાઝોલ અને જીવાણુ સંક્રમણની સારવાર માટે કેટલીક એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન (CDSCO) દ્વારા મે મહિના માટે જારી કરાયેલા એલર્ટ અનુસાર, આ નિમ્ન કક્ષાની દવાઓમાંથી 22 હિમાચલ પ્રદેશમાં નિર્મિત છે. હિમાચલ પ્રદેશ ઉપરાંત નમૂનાઓ જયપુર, હૈદરાબાદ, ગુજરાતના વાઘોડિયા અને વડોદરા, આંધ્ર પ્રદેશ અને ઇન્દોર સહિત અન્ય સ્થળોએથી એકત્રિત કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, 20 જૂનના રોજ જારી કરાયેલા ડ્રગ એલર્ટ અનુસાર, CDSCO દ્વારા કરવામાં આવેલા ગુણવત્તા પરીક્ષણમાં કુલ 52 નમૂનાઓ નિષ્ફળ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય દવા નિયામકોએ કથિત રીતે સંબંધિત દવા કંપનીઓને નોટિસ મોકલી છે અને નિષ્ફળ નમૂનાઓને બજારમાંથી પાછા મંગાવવામાં આવશે. નિમ્ન કક્ષાની દવાઓની યાદીમાં ક્લોનાઝેપમ ટેબ્લેટ્સનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ આંચકી અને ચિંતા વિકારોની સારવાર માટે કરવામાં આવે છે. દર્દ નિવારક ડિક્લોફેનાક, એન્ટી-હાયપરટેન્શન દવા ટેલ્મિસર્ટન, એમ્બ્રોક્સોલ, જેનો ઉપયોગ શ્વસન રોગોની સારવારમાં થાય છે, ફ્લુકોનાઝોલ, એક એન્ટિફંગલ, અને કેટલીક મલ્ટીવિટામિન અને કેલ્શિયમની ગોળીઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે હિમાચલ પ્રદેશમાં નિર્મિત લગભગ 120 દવાઓના નમૂનાઓ પરીક્ષણ માપદંડો પર નિષ્ફળ રહ્યા હતા.
માનક ગુણવત્તાની ન જણાયેલી દવાઓની યાદીમાં ક્લોનાઝેપમ ટેબ્લેટનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ આંચકી અને ઘબરાહટની સારવાર માટે કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version