Site icon Gujarat Mirror

કુવાડવા રોડ પર યુવાન પર મિત્રનો લોખંડના પંચથી હુમલો, લૂંટનો આક્ષેપ

oplus_32

સોનાની વીંટી અને રોકડ લૂંટી લીધાનો આક્ષેપ, પોલીસે તપાસ આદરી

નવાગામ આવાસ કવાર્ટરમાં રહેતા મંથન યતીનભાઇ બારૈયા નામના 19 વર્ષના કોળી યુવાનને નવાગામ પોલીસ ચોકી પાસે તેમના મિત્ર રાહુલ, ફારુક અને અન્ય શખ્સોએ હાથમાં પહેરવાના પંચ વડે માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોતે ચકરડી ચલાવે છે મંથનની પૂછપરછ કરતા ગઇકાલે રાત્રીના 12 વાગ્યે મિત્ર રાહુલે ફોન કરી કુવાડવા નવાગામ પોલીસ ચોકી નજીક તેડવા આવાનુ કહ્યુ હતુ જેથી મંથન ત્યા બાઇક લઇને ત્યા જતા રાહુલ અને તેની સાથેના લોકોએ ઝઘડો કરી માર માર્યો હતો અને તેમના ખીસ્સામાં રહેલા રૂા.4700 અને એક સોનાની વીંટી પડાવી લીધી હતી. આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસે મંથને આક્ષેપો સાચા છે કે ખોટા એ અંગે તપાસ શરૂ કરી છે.

Exit mobile version