Site icon Gujarat Mirror

વેલનાથપરામાં ટીસીની પેટી પકડી લઘુશંકા કરતા આધેડનું વીજકરંટથી મોત

શહેરના મોરબી રોડ ઉપર વેલનાથપરામાં ઘર પાસે લઘુશંકા કરતા દાઝી ગયેલા આધેડને સારવારમાં મોત નિપજ્યું છે. મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં રહેતા માવજીભાઇ ભાનુભાઇ કોળી નામના 48 વર્ષના આધેડે ગત તા.4ના રોજ પોતાના ઘર પાસે આવેલા થાંભલા પાસે ઇલેકટ્રીક ટીસી પકડી લઘુશંકા કરી રહ્યા હતા ત્યારે તેઓ અચાનક દાઝી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેઓનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે. તેમજ પોતે મજૂરી કામ કરી ઘરનુ ગુજરાન ચલાવતા હતા. હાલ તેમનુ મૃત્યુ થતા પરિવારમાં શોક છવાઇ ગયો છે.

Exit mobile version