જેતપુરના યુવકને વ્યાજખોરીના વિષચક્રમાં ફસાવી ચાર શખ્સોએ વ્યાજે આપેલી રકમથી વધુ રૂૂપિયા વસુલવા ધમકી આપી ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.વેપારીએ લીધેલા રૂૂ.50 લાખ સામે રકમ ચૂકવી આપ્યા છતાં હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર, ખોડપરા, શંકરના મંદિર પાસે, શેરી નંબર ડી 05માં રહેતા વૈભવ બકુલભાઈ ચૌહાણની ફરિયાદને આધારે પોલીસે પુનીત રામજીભાઈ બારમેડા,રવી જગદિશભાઇ મેવાણી,મીતેષભાઈ વિજયભાઇ આશરા અને હર્ષવર્ધન પરશોતમભાઈ પડીયા સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં વૈભવે જણાવ્યું હતું કે, પોતે જેતપુર કણકીયા પ્લોટમાં ગોવર્ધન ડાયસ્ટપ નામની પેઢીમાં નોકરી કરે છે. ધંધામાં રૂૂપીયાની જરૂૂરીયાત પડતા વ્યાજનો ધંધો કરતા જેતપુરના પુનીત રામજીભાઈ બારમેડા પાસેથી રૂૂ.4,00,000 માસીક 7.5 % તેમજ રવી જગદિશભાઈ મેવાણી,મીતેષભાઈ વિજયભાઈ આશરા અને હર્ષવર્ધન પરશો તમભાઈ પડીયા પાસેથી પણ માસીક 7.5 % વ્યાજે લીધેલ હતા.
જેના બદલામાં એક એચ.ડી.એફ.સી. બેંકનો તથા એક બેંક ઓફ બરોડાનો સહિ કરેલ કોરા ચેકો મારી પાસેથી લઈ લીધેલ હતા. પુનીત રામજીભાઇ બારમેડાએ રૂૂ.12,00,000 માસીક 7.5 % ના ઉંચા વ્યાજ દરે આપી, મજબુરીનો લાભ લઇ સીક્યુરીટી પેટે એચ.ડી.એફ.. સી. બેંકનો એક તથા બેંક ઓફ બરોડાનો એક સહિ કરેલ કોરા ચેક લઇ જઈ, મારી પાસેથી આજદિન સુઘીમાં રૂૂ.5,00,311 વ્યાજની વસુલાત કરી, તથા મજકુર ઇસમ રવી જગદિશભાઇ મેવાણીએ રૂૂ.30,40,000 માસીક 7.5 % ના ઉંચા વ્યાજ દરે આપી આજદિન સુધીમાં રૂૂ. 16,30,000 વ્યાજની વસુલાત કરી, તથા મીતેષભાઇ વિજયભાઇ આશરાએ રૂૂ. 6,80,000 માસીક 7.5 % ના ઉંચા વ્યાજ દરે આપી આજદિન સુધીમાં રૂૂ. 1,91,500 વ્યાજની વસુલાત કરી, તથા હર્ષવર્ધન પરશોતમભાઇ પડીયાએ રૂૂ.3,00,000 માસીક 7.5 % ના ઉંચા વ્યાજ દરે આપી, રૂૂ.10,000/- વ્યાજની વસુલાત કરી નક્કી કરેલ વ્યાજની રકમ ના આપે તો મને જાનથી મારી નાખવાની તથા હાથપગ ભાંગી નાખવાની અવાર-નવાર ઘમકી આપતા હતા.
