Site icon Gujarat Mirror

ભાવનગરમાંથી ચાર શખ્સો ઘાતક હથિયારો સાથે ઝડપાયા

ભાવનગર કલેકટર કચેરી નજીકથી પસાર થતી કાર માંથી પોલીસે ઘાતક હથિયારો સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં પિસ્તોલ, તમંચો, છરી જેવા હથિયારો સાથે કારમાં ફરી રહેલા ચાર શખ્સોને કલેકટર કચેરી નજીકથી પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે ઈનોવા કારમાંથી ઝડપી લીધા હતા .જેમાં પાલીતાણાના ડુગરપુર રહેતા આકીબભાઇ જુસબભાઇ લાખાપોટા, સાવરકુંડલાના વીજપડી રહેતા ઇનાઇતભાઇ ફીરોજભાઇ ચૌહાન,મહુવાના નીપ ગામે રહેતા સમીરભાઇ મહમદભાઇ બુકેરા અને સાવરકુંડલામાં રહેતા સાજીદભાઇ ઇસ્માઇલભાઇ જીરૂૂકા સહિતના ચારયુવાનોને બે પિસ્તોલ, એક તમંચો, 2કારતુસ અનેત્રણ છરીસાથે ઝડપી લીધા હતા. અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. (તસવીર : વિપુલ હિરાણી)

Exit mobile version