ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલા સ્મશાનની બાજુમાં બેસીને ગંજીપાના વડે રોન પોલીસનો જુગાર રમતા જીતુ પાલાભાઈ માતંગ, માલસી ખેતાભાઈ ઢચા, વિજય આલાભાઈ માતંગ અને નરેશ હરજીભાઈ રોશિયાને પોલીસે ઝડપી લઇ, રૂૂ. 8,650 નો મુદ્દામાલ કબજો કર્યો હતો.
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે ભાનુબેન નારણભાઈ ચાવડા, સામાબેન લાખાભાઈ ચમડીયા, કાંતાબેન પ્રવીણભાઈ બારીયા, હંસાબા ચંદુભા પરમાર, મીનાબેન મુકેશભાઈ રામ અને સોનલબેન લાખાભાઈ માણેક ગઢવી નામના છ મહિલાઓને પોલીસે જુગાર રમતા રૂૂ. 4,070 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ઓખાના બર્માશલ ક્વાર્ટરની પાછળના ભાગેથી પોલીસે અબ્દુલ નુરમામદ બેતારા, અલી અબ્દુલગની બોલીમ અને હનીફ અજીજ સીરાજી નામના ત્રણ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા રૂૂપિયા 10,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન યાકુબ જુનસ બેતારા અને આદમ સંઘાર નામના બે શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જાહેર થયું છે.
દ્વારકા તાલુકાના સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે જોહાનલગુન મંગરાલગુન, ચંદ્રકાંત ગોવિંદ ગાયકવાડ, હણમંથ ગૌતમ પોસ્તે, રાજકુમાર બાસકરી, શિવુકુમાર સુધાકર દાંડગે અને રામજી મંગલ મહંતો નામના છ શખ્સોને રૂૂ. 3,150 ની રોકડ રકમ તેમજ 6 નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 33,150 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લઇ, કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ટાયર ફાટતા કારચાલક ઈજાગ્રસ્ત
ખંભાળિયામાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ અમૃતલાલ પંચમતીયા નામના 50 વર્ષના યુવાન ગત તારીખ 10 જુલાઈના રોજ પોતાની મોટરકારમાં બેસીને જઈ રહ્યા હતા, ત્યારે જામનગર હાઈવે પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસે પહોંચતા તેમના વાહનનું આગળનું ટાયર ધડાકાભેર ફાટી ગયું હતું. જેના કારણે ચાલકે પોતાના વાહન પરનો કાબુ ગુમાવી દેતા આ વાહન પલટી ખાઈ ગયું હતું. જેના કારણે તેમને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
ટ્રકની ઠોકરે મહિલા ઇજાગ્રસ્ત
દ્વારકામાં બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા હેમાબેન જીવણભાઈ મકવાણા નામના 52 વર્ષના લુહાર મહિલા ગત તા. 9 ના રોજ દ્વારકા શહેરમાં પોરબંદર હાઈવે પર જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 9558 નંબરના એક ટ્રકના ચાલકે તેમને અડફેટે લેતા તેમને કમરમાં તેમજ પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે દ્વારકા પોલીસે ટ્રક ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
