Site icon Gujarat Mirror

જામનગરમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાં જુદી જુદી ચાર જગ્યાએ પોલીસે ઇંગ્લિશ દારૂૂ અંગેના દરોડા પાડી 4 શખ્સને રૂૂ. સવા લાખ ઉપરાંતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે બે શખ્સ હાજર નહીં મળી આવતા તમામ સામે દારૂૂબંધી ધારા હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ દરોડાની પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ક્રિષ્નાનગર શેરી નં. 3 ખાતે રહેતા યુવરાજસિંહ અનુપસિંહ ભટી નામના શખ્સના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો દરમિયાન ત્યાંથી ઇંગ્લિશ દારૂૂની અલગ – અલગ બ્રાન્ડની 6 બાટલી તથા 30 નંગ ચપલા મળી આવતા કુલમળી રૂૂ. 10200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે આરોપી હાજર નહીં મળી આવતા તેની સામે દારૂૂબંધી ધારા હેઠળ ગુન્હો દાખલ કરી ઝડપી લેવા દોડધામ શરૂૂ કરી છે.

જ્યારે આજ વિસ્તારમાં અન્ય એક દરોડામાં પોલીસે જી. જે. 10. ડી. કે. 9629 નંબરનું એક્સેસ વાહન ચલાવી નીકળેલા સચિન દિલીપભાઈ રાઠોડ નામના શખ્સને અટકાવી તલાસી લેતા અને ઇંગ્લિશ દારૂૂની 1 બાટલી મળી આવતા ઇંગ્લિશ દારૂૂ અને વાહન સહિત રૂૂ. 25700 નો મુદ્દામાલ કબ્જે લઈ તેની ધરપકડ કરી હતી. ઉપરાંત જામનગરમાં વુલન મિલ ફાટક પાસે આવેલ બાવરીવાસ ખાતે રહેતા દીપુ કમલભાઈ વઢીયાર નામના શખ્સના કબ્જા ભોગવટાના રહેણાંક ઝૂંપડામાંથી ઇંગ્લિશ દારૂૂની 1 બાટલી મળી આવતા રૂૂ. 700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે આરોપી હાજર નહીં મળી આવતા તેની સામે દારૂૂબંધી ધારા હેઠળ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.

તેમજ જામનગરના છેવાડે આવેલ હાપા માર્કેટિંગ યાર્ડના રસ્તે ન્યારા પેટ્રોલ પંપ સામેથી પસાર થતી જી. જે. 05 જે. સી. 2030 નંબરની ઓડી કારની સીટી એ ડિવિઝન પોલીસે તલાસી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂૂના 4 નંગ ચપલા મળી આવતા અજય જીવરાજભાઈ પરમાર, અક્ષય મગનભાઈ ગૌસ્વામી અને મયુર કરશનભાઈ ગોહિલ નામના ત્રણ શખ્સને ઝડપી લઇ ઇંગ્લિશ દારૂૂ અને કાર સહિત રૂૂ. 1 લાખ 400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Exit mobile version