ગુજરાત

જૂનાગઢની શાણાવાંકિયા સહકારી મંડળીના બોગસ ધીરાણ કૌભાંડમાં ચાર અધિકારી સસ્પેન્ડ

Published

on

ગીરગઢડા તાલુકાની શાણાવાંકિયા સેવા સહકારી મંડળી લી.ના મંત્રી અને પ્રમુખની મીલીભગતની તપાસ બેંક દ્વારા કરાયા બાદ બેંકમાં વર્ષ 2014-15 થી મોટાપાયે ગેરરિતિ થતી હોવાનું માલુમ પડ્યું હતું.મંડળીના પ્રમુખ અને મંત્રીએ હોદ્દાનો દુરૂૂપયોગ કરી જે સભાસદ ખેડૂતોની લોન મંજૂર ન થઇ હોય તેમના નામે પણ અધરોઅધર ગેરકાયદેસર ધિરાણો મેળવી લીધા હતા.


મૃત્યુ પામેલા ખેડૂત સભાસદોના નામે કે ખેડૂતોની સહી કરાવ્યા વિના તેમજ ખોટા સરવૈયા આપી ધિરાણ લીધા હતા.આ રીતે જેડીસીસી બેંકમાંથી કરોડો રૂૂપિયાની ઉચાપત કરી હતી. આ લોકોએ મંડળીના સોફ્ટવેરમાં ખોટા હિસાબો બનાવી રજૂ કરીને ખોટા તારીજ-સરવૈયા બનાવ્યા હતા.


જેમાં સોફ્ટવેર કંપનીના માલિક પણ સામેલ હોઇ તેમની સામે પણ ફરિયાદ નોંધાવાઇ છે. આ ઉપરાંત મંડળીના પ્રમુખ દ્વારા મંડળીના નામે રેશનીંગની દુકાનનું લાયસન્સ મેળવી તેના હિસાબો પણ તારીજ-સરવૈયામાં બતાવ્યા નહોતા.


આમ બેંકના નાણાંનો દુરૂૂપયોગ કરી સરવૈયામાં હાથ પર 2 કરોડ જેવી રકમ બેંકના ધ્યાને આવી હતી. આથી બેંકના ચેરમેન કિરીટ પટેલે ગિરગઢડા શાખાના બ્રાંચ મેનેજરને શાણાવાંકીયા સેવા સહકારી મંડળીના મંત્રી, પ્રમુખ અને સોફ્ટવેર કંપનીના માલિક સામે ફરિયાદ નોંધાવી છે.


આ સાથે તેમણે જેતે સમયે ધિરાણમાં બેદરકારી બદલ જેડીસીસી બેંકના 4 સિનિયર ઓફિસરોને સસ્પેન્ડ કરી દીધા છે. દરમ્યાન ગિરગઢડા પોલીસે મંત્રી અને પ્રમુખને પુછપરછ માટે બોલાવ્યા છે. આમ બોગસ ધીરણ કૌભાડમાં ચાર અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version