Site icon Gujarat Mirror

કુંકાવાવમાં ચાર નરાધમોનું યુવતી પર સામૂહિક દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડ

અમરેલી જિલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકા ના કુંકાવાવ ખાતે એક રહેણાંક મકાન માં એક અપરાણિત એકવીસ વર્ષીય મહિલા ને સામુહિક દુષ્કર્મ કરવાનાં ઈરાદા થી કુંકાવાવ ના અનિલ વિનુભાઈ દેસાઈ એ લગ્નની લાલચ આપી ને ઘર જોવાના બહાને પ્રિતેશ રસિકભાઈ આસોદરિયા ના રહેણાંક મકાને બોલાવી અંદર થી દરવાજો બંધ કરી એક રૂૂમમાં આ મહિલાને બળજબરી પૂર્વક ચાર નરાધમો એ આ મહિલા પર દુષ્કર્મ આંચરીને એક નિર્દોષ મહિલા ને પીખી નાખતા વડિયા પોલીસ માં આ ભોગ બનનાર મહિલા દ્વારા વડિયા પોલીસ સ્ટેશનના કુંકાવાવ આઉટપોસ્ટ પોલીસ ચોકી ખાતે ફરિયાદ કરતા ભોગ બનનાર મહિલા ને ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમને લગ્નની લાલચ આપીને મકાન બતાવવાના બહાને કુંકાવાવ ના ચાર નારધમો જેમા પ્રિતેશ રસિકભાઈ આસોદરિયા,નયન રામજીભાઈ વેકરીયા,અનિલ વિનુભાઈ દેસાઈ,સોમા હરપાલભાઈ આલાણી એ વારાફરતી દુષ્કર્મ આંચરી આ સગીરાના શરીરે બળજબરી કરી ને પિંખી નાખી અમાનવીય કૃત્ય કર્યું હતુ ત્યારે આ ચારેય નરાધમો વિરુદ્ધ વડિયા પોલીસ દ્વારા પીડિત મહિલા ની ફરિયાદ ના આધારે ઇગજકલમ, 61,70(1), 115(2), 64(2)હ, 76, 75(2), 351(3), 352, 3(5), તથા એસ્ટ્રોસીટી એક્ટ કલમ – 3(2)(5), 3(ૂ)(1) મુજબ ગુનો નોંધી આ તપાસ ડિવાએસપી પી આર રાઠોડ ને સોંપવામાં આવી છે. તેમના દ્વારા એફએસએલ તપાસ નો સહારો લઇ આગળની તપાસ હાથ ધરી છે તો તેમાંથી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જયારે અન્ય બે આરોપીઓ પોલીસ પકડ થી દૂર છે ત્યારે ડિવાએસપી રાઠોડ ના માર્ગદર્શન માં વડિયા પીએસઆઇ દવે દ્વારા અલગ અલગ ટીમો બનાવી ને તેમની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version