Site icon Gujarat Mirror

રૂખડિયાપરામાં કાર પાર્ક કરવા મુદ્દે જીમ સંચાલક ઉપર ચાર શખ્સનો તલવારથી હુમલો

શહેરમાં રૂખડીયાપરા વિસ્તારમાં કાર પાર્ક કરવા મુદ્દે પિતાના ઝઘડામાં વચ્ચે પડેલા જીમ સંચાલક ઉપર ચાર શખ્સોએ તલવાર વડે હુમલો કર્યો હતો.

હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા અને નહેરુનગરમાં જીમ ચલાવતા રેહાન રજાકભાઇ શેખ (ઉ.વ.19) રાત્રીના સમયે પોતાના ઘર પાસે હતો. ત્યારે ઇસ્માઇલ શેખ, મગદુમ શેખ, કાલી અને સાહીલ નામના શખ્સોએ તલવાર અને ઢીકા-પાટુનો માર માર્યો હતો.

હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટનાને પગલે ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં હુમલાખોર શખ્સો ઇજાગ્રસ્ત યુવકના પિતા રજાકભાઇ શેખ સાથે કાર પાર્ક કરવા મુદ્દે ઝઘડો કરતા હતા. જે ઝઘડામાં વચ્ચે પડતા ચારેય શખ્સોએ હુમલો કર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે.

Exit mobile version