ગુજરાત
પોરબંદરની હોસ્પિટલમાં રાજકોટના મૃતકના ગળામાંથી સવા તોલાના ચેઇનની ચોરી!
પોરબંદરના ક્રિટીકલ કેર હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં એક વ્યક્તિ દાખલ થયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. મૃતકના ગળામાં સોનાનો સવા તોલાનો ચેઈન હતો જે કોઈ શખ્સ ચોરી કરી જતા આ અંગે ફરિયાદ નોંધાઇ છે. છાંયા આંબેડકર નગરમાં રહેતા મહેશ લાખાભાઇ ડોડીયાના ઘરે તા. 19/10ના રોજ રાજકોટથી તેના બહેન નિશાબેન અને બનેવી કૌશિકભાઈ નાથાભાઈ વાળા આવ્યા હતા. બપોરના સમયે બહેન બનાવી તેના ક્રિષ્નાબેન ના ઘરે ગયા હતા.
બાદ જાણવા મળ્યું બનેવી કૌશિકભાઈ બીમાર થતા તેને ક્રિટીકલ કેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. કૌશિકભાઈને આ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં સારવાર અપાતી હતી જ્યાં સારવાર દરમ્યાન કૌશિકભાઇનું મૃત્યુ થયું હતું. તપાસ કરતા કૌશિકભાઈએ ગળામાં પહેરેલ સોનાનો ચેઇન જોવા મળ્યો ન હતો અને હોસ્પિટલ ખાતે દાખલ કર્યા ત્યારે સોનાનો ચેઇન પહેર્યો હતો જેથી આ હોસ્પિટલના આઇસીયુ વોર્ડ માંથી મૃતક કૌશિકભાઈ ના ગળામાં પહેરેલ સોનાનો આશરે રૂૂ. 62, 500નો ચેઇન કોઈ અજાણ્યા શખ્સે બદદાનતથી લીધો હોય જેથી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.