RMC સહિત રાજ્યભરની કોર્પોરેશનમાં પેટા સમિતિની રચના પાછી ઠેલાઇ

ગુરુવારે જનરલ બોર્ડમાં નામ જાહેર થવાની શક્યતા ઓછી, મોવડી મંડળ વડાપ્રધાન મોદીના શાસનના 12 વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હોવાથી હજુ સુધી નિર્ણય લેવાયો નથી   રાજકોટમાં…

ગુરુવારે જનરલ બોર્ડમાં નામ જાહેર થવાની શક્યતા ઓછી, મોવડી મંડળ વડાપ્રધાન મોદીના શાસનના 12 વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હોવાથી હજુ સુધી નિર્ણય લેવાયો નથી

 

રાજકોટમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન શાસક નેતા અને દંડક સહિત મુખ્ય પાંચ હોદેદારોની પસંદગી બાદ હવે બાકી રહી ગયેલી મનપાની 15 પેટા સમિતિના ચેરમેનની ખુરશી કોણે મળશે તેની અટકળો શરૂૂ થઇ ચુકી છે. જે લોકોને મુખ્ય પાંચ હોદામાં સ્થાન નથી મળ્યુ તેવા ઇચ્છુક દાવેદારોને કઇ સમિતિમાં કેવુ સ્થાન મળે છે એ જોવાનું રહ્યુ. ગુરુવારે નવા શાસકોનું પ્રથમ જનરલ બોર્ડ છે. સામાન્ય રીતે અત્યાર સુધી એવુ બનતુ આવ્યુ છે કે, મેયર સહિત મુખ્ય પાંચ હોદેદારોની વરણી થયા બાદ પ્રથમ જનરલ બોર્ડમાં પેટા સમિતિઓની રચના કરી દેવામા આવતી હોય છે. પરંતુ આ વખતે છેલ્લી ઘડી સુધી હજુ કોઇ વાવડ મળતા નથી.

મવડી મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસનની ઉજવણીના કાર્યક્રમમાં વ્યસ્ત હોય મોકલાયેલી પેનલ પર મંજુરીની મહોર લાગી ન હોવાનું હાલ જાણવા મળે છે. આ પ્રથમ જનરલ બોર્ડ માત્ર પ્રશ્નોતરી માટે જ સિમિત રહી જાય અને પેટા સમિતિ માટે ખાસ જનરલ બોર્ડ બોલાવવામા આવે તેવુ પાર્ટીના સુત્રોમાંથી જાણવા મળે છે. જો કે જનરલ બોર્ડ પૂર્વે ગણતરીની કલાકો પહેલા હાઇકમાન્ડમાંથી મંજૂરીની મહો આવી જાય અને પેટા સમિતિની રચના માટે અરજન્ટ દરખાસ્ત આવે તો પણ નવાઇ નહી. જો કે હાલ કોઇ હિલચાલ ન હોય, આ શક્યતા ઓછી જણાઇ રહી છે.

હજુ દસ દિવસ રાહ જોવી પડે તેવી શક્યતા : ખાસ જનરલ બોર્ડ બોલાવાશે તેવી ચર્ચા, જો કે જનરલ બોર્ડ પહેલા ગણતરીની કલાકો પૂર્વે હાઇકમાન્ડમાંથી ફાઇનલ મંજૂરીની મહોર લાગે એ મુજબ અરજન્ટ દરખાસ્ત આવે તો પણ નવાઇ નહી : એ પૂર્વે મુખ્ય મલાઇદાર સમિતિનુ ચેરમેનપદ મેળવવા માટે એક ડઝનથી વધુ દાવેદારોના નામ વહેતા થયા

પ્રથમ વખત ચૂંટાયેલા નગરસેવકોને કેમ સાચવવા? મવડી મંડળ માટે મોટી ઉપાધિ
હાઇકમાન્ડ માટે રાજકોટ જ નહીં પણ તમામ મહાનગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટાયેલા નગરસેવકોને કઇ રીતે સાચવવાએ હાઇકમાન્ડ માટે મોટી ઉપાધિ હોવાનું કમલમ કાર્યાલયના સુત્રોમાંથી જાણવા મળે છે. નવા ચૂંટાયેલા નગરસેવકોમાંથી કોની લોકચાહના કેટલી છે? પક્ષમાં કેટલા સમયથી એકટિવ છે? એ સહિતની વિગતો કાર્યાલયેથી મગાવવામા આવી હોવાનું જાણવા મળે છે.

નવા ચહેરાઓને ‘પાઠશાળા’ રૂપી પેટા સમિતિમાં સ્થાન આપી કરાશે ઘડતર
પ્રથમ વખત જ ચૂંટાયા હોય તેવા નવા ચહેરાઓને મહાનગરપાલિકાના રાજકારણ, વહીવટી રીતે ઘડતર કરવા માટે ‘પાઠશાળા’ રૂૂપી જે 15 પેટા સમિતિઓ છે તેમા સ્થાન આપવામા આવશે એ નિશ્ચિત છે. અઢી વર્ષ સુધી આ પેટા કમિટીનો કારોભાર સંભાળ્યા બાદ મનપાના વહીવટમાં ચાંચ ડૂબવા લાગશે એ પછી મુખ્ય હોદા પર પણ આવી શકે છે. 15 પેટા કમિટીમાં પણ મલાઇદાર કહી શકાય તેવી ટાઉન પ્લાનીંગ, બાંધકામ, આરોગ્ય, સોલિડ વેસ્ટ(સેનીટેશન) કમિટી માટે પણ નવા ચહેરાઓ અત્યારથી જ તલપાપડ થતા હોવાની પણ ચર્ચા છે.

સમિતિઓના સંભવિત ચેરમેન લીસ્ટ વાઇરલ
બાંધકામ ઘનશ્યામભાઇ હેરભા
આરોગ્ય ડો.રિંકલ મેઘાણી
સેનીટેશન અશ્વિનભાઇ ભોરણિયા
સમાજ કલ્યાણ મનિષભાઇ ભટ્ટ
ડ્રેનજ કેતનભાઇ પટેલ
ટાઉન પ્લાનીંગ દિલીપભાઇ લુણાગરિયા
માધ્યમિક કિરણબેન માકડિયા
ફાયર શાખા કંકુબે ઉધરેજા
ગાર્ડન કિશનભાઇ ટીલવા
માર્કેટ કિરણબેન હરસોડા
આવાસ જયસુખભાઇ કાથરોટિયા
એસ્ટેટ નિલેષભાઇ હેરભા
વોટર વકર્સ મહેશભાઇ પીપળિયા
કાયદો અને નિયનમ કિર્તિાબા રાણા