વિદેશી મુદ્રાની અનામતમાં દોઢ માસમાં 60 અબજ ડોલરનું ધોવાણ

ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત છઠ્ઠા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 16 ઑક્ટોબર, 2026ના રોજ પૂરા…

ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત છઠ્ઠા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 16 ઑક્ટોબર, 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં 47,604.5 કરોડ રૂૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે કુલ ભંડાર ઘટીને આશરે 68.49 લાખ કરોડ રૂૂપિયા થયો છે. છેલ્લાં છ સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાંથી કુલ 6.14 લાખ કરોડ રૂૂપિયા ઘટ્યા છે. અગાઉ 9 ઑક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં પણ ભંડારમાં 81,491 કરોડ રૂૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે 2 ઑક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં આશરે 1.23 લાખ કરોડ રૂૂપિયાનો ઘટાડો થયો હતો.

4 સપ્ટેમ્બર, 2026 સુધી સતત 10 સપ્તાહ સુધી ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન બિનનિવાસી ભારતીયો માટેની FCNR(B) યોજના હેઠળ ભંડોળ એકત્ર કરવાની વિશેષ ઝુંબેશમાં આશરે 12.63 લાખ કરોડ રૂૂપિયા (133 અબજ ડોલર) આવ્યા હતા. પરિણામે 4 સપ્ટેમ્બરે દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર રેકોર્ડ 74.64 લાખ કરોડ રૂૂપિયા (785.706 અબજ ડોલર) સુધી પહોંચ્યું હતું. જોકે, ત્યારબાદ સતત છ સપ્તાહથી ભંડારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

RBIના આંકડા અનુસાર, વિદેશી ચલણની અસ્કયામતો (SDR)માં 5.758 અબજ ડોલર એટલે કે આશરે 54,701 કરોડ રૂૂપિયાનો ઘટાડો થયો છે. અગાઉના સપ્તાહમાં પણ તેમાં 67,849 કરોડ રૂૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા બાદ SDR ભંડાર ઘટીને આશરે 56.22 લાખ કરોડ રૂૂપિયા (591.847 અબજ ડોલર) થયું છે. વિદેશી ચલણની અસ્કયામતોમાં ડોલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય ચલણોની કિંમતમાં થતા ફેરફારોની અસર પણ સામેલ હોય છે.

વિદેશી હૂંડિયામણ ભંડારમાં ઘટાડા વચ્ચે સોનાના ભંડારની કિંમતમાં વધારો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના ભંડારની કિંમતમાં 706 મિલિયન ડોલર એટલે કે આશરે 6,707 કરોડ રૂૂપિયાનો વધારો થયો હતો. આ સાથે સોનાના ભંડારની કુલ કિંમત વધીને 10.05 લાખ કરોડ રૂૂપિયા (105.8 અબજ ડોલર) થઈ છે.

RBIના આંકડા અનુસાર, ભારતના વિશેષ આહરણ અધિકાર (જઉછ)માં 30 મિલિયન ડોલર એટલે કે આશરે 285 કરોડ રૂૂપિયાનો વધારો થયો છે. આ સાથે SDR ભંડાર વધીને 1.76 લાખ કરોડ રૂૂપિયા (18.578 અબજ ડોલર) થયું છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડાર (ઈંખઋ) પાસે રાખવામાં આવેલા ભારતના અનામત ભંડારમાં 11 મિલિયન ડોલર એટલે કે આશરે 104.5 કરોડ રૂૂપિયાનો વધારો થયો છે. આ ભંડાર વધીને આશરે 45,514 કરોડ રૂૂપિયા (4.791 અબજ ડોલર) થયું છે.

ફોરેકેસનું મજબૂત સુરક્ષા કવચ, રૂપિયો પણ મજબૂત: આરબીઆઇ ગવર્નર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશની અર્થવ્યવસ્થા અંગે આશ્વાસન આપતી માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતીય રૂૂપિયો મજબૂત અને સુરક્ષિત સ્થિતિમાં છે. તેની પાછળ વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ)નું મજબૂત સુરક્ષા કવચ છે, જે કોઈપણ બાહ્ય આર્થિક આંચકા સામે ટકી રહેવા માટે પૂરતું છે. વધુમાં, તેમણે દેશના મજબૂત વિકાસ માર્ગ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને જનતાને ખાતરી આપી કે તેમણે ફુગાવાના અતિશય બોજનો સામનો કરવો પડશે નહીં. તેમણે નાણાકીય બજારોની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ટાટા સન્સ જેવી મોટી હોલ્ડિંગ કંપનીઓ પર છઇઈંની કડક દેખરેખના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો.