જમ્મુના પૂંછમાં વિસ્ફોટકો ભરેલા સાત ક્ધટેનર જપ્ત

શુક્રવારે, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના સરહદી જિલ્લા પુંછમાં એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, આતંકવાદીઓના એક ઠેકાણામાંથી સાત ક્ધટેનરમાં રાખવામાં આવેલી…

શુક્રવારે, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના સરહદી જિલ્લા પુંછમાં એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, આતંકવાદીઓના એક ઠેકાણામાંથી સાત ક્ધટેનરમાં રાખવામાં આવેલી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. એવી શંકા છે કે ટેપથી વીંટાળેલા આ ક્ધટેનરોમાં ’ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ’ (IED) હોઈ શકે છે.

હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. છેલ્લા 10 દિવસોમાં, પુંછ અને રાજૌરી જિલ્લાઓમાં ચાર અલગ-અલગ પ્રસંગોએ હથિયારો અને દારૂૂગોળો મળી આવ્યો છે. જોકે જપ્ત કરાયેલા હથિયારો જૂના જણાય છે, તેમ છતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર, 156 ટેરિટોરિયલ આર્મી દ્વારા મળેલી વિશ્વસનીય માહિતીના આધારે, સુરક્ષા દળોએ મેંધર તહસીલના કસબલારી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું હતું. આ અભિયાન દરમિયાન, તેમને કેટલીક વસ્તુઓ મળી આવી, જેમાં એક કાળી બેગ, કોમ્બેટ પાઉચ, લોખંડની કાળી પેટી, મેગેઝિન, એલ્યુમિનિયમનું ક્ધટેનર, બે પાવર એડેપ્ટર અને ટિફિન કેરિયરનો સમાવેશ થાય છે. તમામ શંકાસ્પદ વસ્તુઓને જપ્ત કરવામાં આવી છે અને હાલમાં તેની તપાસ ચાલી રહી છે.