Site icon Gujarat Mirror

ભારતમાં પ્રથમ વખત અમદાવાદમાં યોજાશે ‘કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ’

ભારતમાં સૌપ્રથમ વાર કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલનું આયોજન થશે. અમદાવાદમાં દાસ્તાન ઓટોવર્લ્ડ ખાતે વિન્ટેજ કાર અને સિનેમાના અનોખા સંગમ માટે ત્રણ દિવસનો ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. જ્યાં હોલીવૂડ, બોલીવૂડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય, તેના અંશો બતાવવામાં આવશે. વિશ્વપ્રસિદ્ધ વિન્ટેજ કારના કલેક્શન માટે જાણીતું અમદાવાદનું ’દાસ્તાન ઓટોવર્લ્ડ – ધ પ્રાણલાલ ભોગીલાલ કલેક્શન’ તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.

આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે એક અનોખા ’કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. ’દાસ્તાન ઓટોવર્લ્ડ’, કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ’કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ’નું આયોજન કરાયું છે. આ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે અહીં ઓટોમોબાઈલ અને સિનેમાના અનોખા કનેક્શનને દર્શાવવામાં આવશે. મુલાકાતીઓ અહીં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કાર બ્રાન્ડ્સ જેવી કે ¡$ Rolls-Royce, Bentley, Lagonda, Maybach, Cadillac, Mercedes-Benz, Auburnઅને બીજી અનેક દુર્લભ કાર્સને રૂૂબરૂૂ નિહાળી શકશે. હોલીવૂડ, બોલીવૂડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય તેના અંશો બતાવવામાં આવશે.

મ્યુઝિયમના ઓનર્સ ચામુંડેશ્વરી ભોગીલાલ ચીનાઈ અને બ્રિજેશ ચીનાઈએ આ 25 વર્ષની સફર અને આગામી મહોત્સવ વિશે જણાવ્યું કે હેરિટેજ કારની સાચવણી અને એમાં પણ ઈમ્પોર્ટેડ કાર કલેક્શનનાં ટાયરને જ્યારે અન્ય દેશમાંથી ભારત લાવવામાં આવે છે. ત્યારે ઘણી તકલીફ પડે છે. એ માટે ગુજરાત સરકાર સાથે વાતચીત પણ કરી છે અને આ મુદ્દાને લઈને પત્ર પણ લખવામાં આવ્યો છે. 27 ફેબ્રુઆરી, શુક્રવારે સાંજે 7:00 વાગ્યે ’કય ખફક્ષત’, 28 ફેબ્રુઆરી, શનિવારે સાંજે 4:30 વાગ્યે ’ચલતી કા નામ ગાડી’ અને રાત્રે 8:00 વાગ્યે ’ધ ઈટાલિયન જોબ’ દર્શાવવામાં આવશે, જ્યારે 1 માર્ચ, રવિવારના રોજ સવારે 11:00 વાગ્યે ’ઈફતિ’ અને સાંજે 4:30 વાગ્યે એક્શન ફિલ્મ ’ધૂમ 1’ નું સ્ક્રીનિંગ યોજાશે. જે અમદાવાદીઓ માટે ઓટો મોબાઈલ અને સિનેમાના સંગમને માણવાની એક સુવર્ણ તક છે.

અમદાવાદીઓ માટે વિન્ટેજ કારની દુનિયાને નજીકથી માણવાનો આ એક અનોખો અને યાદગાર અવસર બની રહેશે. મુલાકાતીઓ માત્ર પડદા પર જ નહીં, પરંતુ વાસ્તવિકતામાં પણ તે આઈકોનિક વિન્ટેજ કાર્સને નિહાળી શકશે. ’દાસ્તાન ઓટોવર્લ્ડ’માં 100થી વધુ દુર્લભ અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ ઓટોમોબાઈલ્સનો સમાવેશ થાય છે. તે ભારતભરમાં ખાનગી વિન્ટેજ કાર કલેક્શનમાં મોખરે છે.

Exit mobile version