ગુજરાત
તહેવારને અનુલક્ષીને જિલ્લામાં ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ
તમામ ડીવાયએસપી સાથે પી.આઈ,પીએસઆઈ અને 560 થી વધુ પોલીસ તૈનાત
ડ્રોન તથા બોડીવોર્ન કેમેરા અને બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરાયો
દિવાળીના તહેવાર નિમીતે જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઈ રહે તે માટે જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચના જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમા તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી. તથા જીલ્લા ટ્રાફીક શાખાની બલગ-અલગ ટીમો બનાવી ભીડભાળ વાળી જગ્યાઓ, બજરી તથા બસ સ્ટેશાન, રેલવે સ્ટેશન જેવા વિગેર વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી અને એમ.વી.એકટ-207 મુજબ કુલ -14 કેસો ટ્રાફીક અડચણ રૂૂપ થાય તે રીતેના કુલ-196 કેસો કરવામાં આવેલ અને રૂૂ.83,300 નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
જિલ્લાના તમામ ડીવાયએસપી તથા પી.આઈ,પીએસઆઈ સહીત 560 પોલીસ કર્મચારી સાથે હોમગાર્ડ,જી.આર.ડી. તથા ટી.આર.બી.ના જવાનોએ ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જીલ્લા ના અલગ અલગ વિસ્તારોમાં ભીડભાડ વાળી બજાર તથા બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા વિગેરે વિસ્તારોમાં ફ્રુટ પેટ્રોલીગ તથા વાહન ચેકીંગમાં ડ્રોન કેમેરા, તથા બોડીવોર્ન કેમેરા તથા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વાહન ચેકીંગ દરમ્યાન શકાસ્પદ વાહનો કુલ 585 જેટલા ચેક કરવામાં આવેલ તેમજ 65 શકાસ્પદ ઇસમો ચેક કરવામાં આવેલ તેમજ ગેર કાયદેસર વાહનો ચલાવતાં મળી આવતાં તેવા ઈસમો વિરૂૂધ્ધ એમ.વી.એકટ-207 મુજબ કાયર્વાહી કરવામાં આવી હતી.તેમજ લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી અલગ-અલગ જગ્યાઓએ પેમ્પલેટ આપી તથા લગાવી ચોરી, લૂંટ, ઓન લાઇન ફ્રોડ, તથા મારા મારી જેવા ગંભીર મીલ્કત સબંધી તથા શરિર સબંધી બનાવો ઉપર અંકુશમાં લેવાના ઉદ્દેશ થી આ કામગીરીમાં કરવામાં આવી હતી. તેમજ આ તહેવાર નિમીતે રાજકોટ ગ્રામ્યની જિલ્લામાં કુલ-5 જગ્યાએ ચેક પોસ્ટ શરૂૂ કરવામાં આવેલ અને આ ચેક પોસ્ટ ઉપર રાઉન્ડ ધ કલોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
તેમજ બીજા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે ઉદેશ થી જિલ્લાના તમામ ડીવાયએસપી તથા પી.આઈ,પીએસઆઈ સહીત 560 પોલીસ કર્મચારી સાથે હોમગાર્ડ,જી.આર.ડી. તથા ટી.આર.બી.ના જવાનો પણ આ કામગીરીમાં જોડાયા હતા.