Site icon Gujarat Mirror

ફૂડ વિભાગનું બેકરી ચેકિંગ યથાવત, વધુ 4 સ્થળેથી કેકના સેમ્પલ લેવાયા

ખાદ્યચીજોના 40 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6 વેપારીને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ

મનપાના ફૂડ વિભાગ દ્વારા નવા વર્ષની ઉજવણી દરમિયાન વધુમાં વધુ ઉપયોગમાં લેવાતી કેકના સેમ્પલો લેવા માટે બેકરીઓમાં ચેકિંગ શરૂ કર્યુ છે. જે અંતર્ગત આજે પણ વધુ ચાર બેકરીમાંથી અલગ અલગ કેકના સેમ્પલ લઇ પૃથ્કરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા. તેમજ ખાણીપીણીના 40 ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી 6ને ફૂડ લાયસન્સ અંગે નોટિસ આપી 35 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરી હતી.

ફૂડ વિભાગ દ્વારા (01)ક્રિષ્ના કોલ્ડ્રિંક્સ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શિવ મદ્રાસ કાફે- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)રેડ એપલ રેસ્ટોરેન્ટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)શ્યામ શીંગ નમકીન- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)મહાદેવ એજન્સી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)જલારામ ખમણ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (07)જુલેલાલ કોલ્ડ્રિંક્સ (08)વેદ મેડિકલ સ્ટોર (09)ધારેશ્વર ડેરી ફાર્મ (10)મહાલક્ષ્મી ડેરી ફાર્મ (11)હલ્દીરામ સ્વીટ્સ નમકીન (12)જય બાલાજી ફરસાણ માર્ટ (13)અનંત ડેરી ફાર્મ (14)ગોલ્ડન સુપર માર્કેટ (15)બાલાજી ફરસાણ (16)એસ. આર. માર્ટ (17)શ્રીનાથજી ફરસાણ (18)ગણેશ અમૂલ પાર્લર (19)ગણેશ કેળાં વેફર્સ (20)શ્રીનાથજી ખમણ (21)ગુરુનાનક ચાઇનીઝ પંજાબી (22)શ્રીરામ વિજય ડ્રાયફ્રુટ (23)આશાપુરા કોલ્ડ્રિંક્સ (24)સેલવાસ સાઉથ ઢોસા (25)મુરલીધર ફરસાણ (26)પારસ ફરસાણ (27)પારસ સ્વીટ નમકીન (28)હરભોલે ડેરી ફાર્મ (29)સમ્રાટ ખીરું (30)કુમાર ખમણ (31)શ્રી ભગવતી પ્રોવિઝન સ્ટોર (32)જલિયાણ સ્ટોર (33)એન. બી. બ્રધર્સ (34)અરિહંત સ્ટોર (35)શ્રી સદગુરુ નમકીન (36)કૌશર બેકરી (37)જલારામ ફરસાણ (38)જય સિયારામ શોપિંગ સેન્ટરની ચકાસણી કરવામાં આવેલ હતી.

Exit mobile version