Site icon Gujarat Mirror

વથંલીમાં શેટી પરથી પટકાયેલા વૃધ્ધનું મોત

વંથલીમાં રહેતા વૃદ્ધા પાંચ દિવસ પૂર્વે શેટી પરથી અકસ્માતે નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જુનાગઢના વંથલીમાં રહેતા બટુલબેન અકબરભાઈ વાઘેલા નામના 75 વર્ષના વૃદ્ધા ગત તા.22 ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે શેટી પરથી અકસ્માતે નીચે પટકાયા હતા. વૃદ્ધાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જયા વૃદ્ધાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ટંકારાના રોહીસાળા ગામે ખેત મજૂરીયા અર્થે આવેલા પરિવારનો રાજવીર મુકેશભાઈ સંગાળ નામનો 4 વર્ષનો માસુમ બાળક પાંચ દિવસ પૂર્વે બપોરના સમયે વાડીએ રમતો હતો ત્યારે રમતા રમતા અકસ્માતે વીજપોલને અડી જતા માસુમ બાળકને વિજશોક લાગ્યો હતો માસુમ બાળકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. માસુમ બાળકનો પરિવાર મૂળ દાહોદનો વતની છે અને માસુમ બાળક ચાર ભાઈમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version