ફૂડ વિભાગના દરોડા, 52 કિલો વાસી લચ્છી-પાત્રા સહિતનો નાશ

ખાણી-પીણીના 38 ધંધાર્થીને ત્યાં ચકાસણી, 35 નમૂનાની સ્થળ પર તપાસ, 8ને લાઇસન્સ અંગે અપાઈ નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ 38 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં…

ખાણી-પીણીના 38 ધંધાર્થીને ત્યાં ચકાસણી, 35 નમૂનાની સ્થળ પર તપાસ, 8ને લાઇસન્સ અંગે અપાઈ નોટિસ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ 38 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી 35 નમુનાની સ્થળ પર તપાસ કરી 8 ને ફૂડ લાયસન્સ અંગે નોટીસ અપાઈ હતી. જ્યારે પાંચ રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન અખાદ્ય મંચુરિયન, લચ્છી, પાત્રા તેમજ નોનવેજ ખાદ્યપદાર્થનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર નાશ કરી હાઈજેનીક કંડીશન જાળવવા નોટીસ આપી હતી.

ફૂડ વિભાગના ચેકીંગ દરમિયાન ભોમેશ્વર મેઇન રોડ, ભોમેશ્વર મંદિર સામે, રાજકોટ મુકામે આવેલ “બાલાજી પાન કોલ્ડ્રિંક્સ” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી લચ્છીની બોટલ (200 ળહ) તથા પાઈનેપલ સરબત (200 ળહ) મળીને કુલ 16 લિટર(80 નંગ બોટલ) અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ તથા એરપોર્ટ રોડ, રાજકોટ મુકામે આવેલ “સીમરન દી બલ્લે બલ્લે રેસ્ટોરેન્ટ” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મંચુરિયન, બાંધેલો લોટ તથા સબ્જી વગેરે મળીને કુલ 23 કિ.ગ્રા. અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તથા ભારત પાન સામે, ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ “ગોશિયા કેટરર્સ” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ અંદાજીત કુલ 07 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ અને ખોડલ ચોક, નંદનવન -3 સામે, મવડી, રાજકોટ મુકામે આવેલ “મિલન ખમણ” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ રાંધેલા પાત્રા તથા કાપેલા મરચાં પડતર વાસી થયેલ મળી આવતા કુલ મળીને 05 કિ.ગ્રા. અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ, અક્ષર માર્ગ, ઇન્ફીનિયમ એવન્યુ, રાજકોટ મુકામે આવેલ “સરાઝા કાફે” પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી. જ્યારે કાલાવડ રોડ, કોસ્મોપ્લેક્ષની સામે, રાજકોટ મુકામે આવેલ “સરાઝા રેસ્ટોરેન્ટ બેન્કવેટ” પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા શહેરના પુષ્કરધામ રોડ થી આકાશવાણી ચોક -યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 35 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.

ચેકીંગ દરમિયાન (01)મહાદેવ એન્ટરપ્રાઇઝ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)રિયલ સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ઉમા કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ક્રિષ્ના પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શ્યામ સુંદર પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)જોગમાયા ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)રવિ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)બિપિન રેસ્ટોરન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (09)ઓશો મેડિસિન્સ (10)શ્રી આઇસ્ક્રીમ પાર્લર (11)બાલાજી મેડિકલ (12)ગિરિરાજ એજન્સી (13)શુભમ પ્રોવિઝન સ્ટોર (14)અનુજ અમુલ પાર્લર (15)ખોડિયાર ડેરી ફાર્મ (16)અનામ ઘૂઘરા (17)જશોદા ડેરી ફાર્મ (18)ગાંધી સોડા શોપ (19)બેસ્ટ બેકરી (20)અતુલ બેકરી (21)બર્ગર ભાઉ (22)હરભોલે ફરસાણ (23)જલારામ અલ્પાહાર (24)જોગમાયા રેસ્ટોરેન્ટ (25)ટ્વિલાઇટ સોડા શોપ (26)જયશંકર દાળ પકવાન (27)હરિકૃષ્ણ દાળ પકવાન (28)રાકેશ સેલ્સ એજન્સી (29)જય અંબે ગાંઠિયા (30)શ્રી ગણેશ ખમણ (31)જલારામ ખમણ (32)નાસ્તા ઘર (33)ગોલીવાલા સોડા શોપ (34)મહાદેવ દેશી વઘાર (35)ભાગ્યોદય ગાંઠિયા (36)જય બજરંગ ડીલક્સ રેસ્ટોરેન્ટ (37)રામ વિજય ડેરી ફાર્મ (38)સનરાઇઝ પ્રોવિઝન સ્ટોરની ચકાસણી કરવામાં આવેલ.