Site icon Gujarat Mirror

લુખ્ખાઓએ ચંદ્રેશનગરમાં પાનની દુકાનમાં સોડા બોટલના ઘા કર્યા

સોડા-બોટલના ઘા કર્યા બાદ લુખ્ખાઓ મવડી રોડ પર બીજી દુકાન બંધ કરાવવા પહોંચ્યા હતા

ફાકી લઇ દુકાનદારે પૈસા માંગતા મામલો બિચકયો: બન્નેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું

ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલી મોમાઈ ડીલક્ષ નામની દુકાન ધરાવતા અને રામનગર સોસાયટીમાં રહેતા નાગજીભાઇ વિહાભાઇ મુંધવા (ભરવાડ) (ઉ.વ.42)ની દુકાનમાં મફતમાં ફાકી ખાઈ જઈ બે શખ્સોએ કાચની બોટલના ઘા કરતા ચાની હોટેલ ધરાવતા સંચાલકને પગમાં બોટલ વાગી ગઈ હતી.તેમજ આરોપીઓએ દુકાન બંધ કરી દેવાની ધમકી આપી હતી.

નાગજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ કાલે તા.17/07ના રાત્રીના નવેક વાગ્યાના અરસામા હું મારા મોમાઇ પાન નામની દુકાને હા જર હતો ત્યારે એક અજાણ્યો ઇસમ આવેલ અને મને કહેલ કે ફાકી આપો જેથી મે ફાકી આપેલ અને પૈસા માંગતા તેને પૈસા આપેલ નહીં અને જતો રહેલ અને આજરોજ તા.18/07/2025 ના રાત્રીના નવેક વાગ્યાની આસપાસ બે ઇસમ આવેલ એમાથી એક ઇસમ કાલે રાત્રીના આવેલ હતો અને ફાકીના પૈસા આપેલ ન હતા તે હતો અને આ બે શખ્સો મોટરસાયકલમાં આવેલ અને તેમના હાથમાં રહેલ કાચની સોડાની બોટલ છુટી ઘા કરવા લાગતા મારી બાજુમાં ચાની હોટલ ચલાવતા મનોજભાઇને આ કાચની બોટલ પગમાં વાગતા તેઓને પગમાથી લોહી નીકળવા લાગ્યું હતું.

જેથી મે આ લોકોને સમજાવા જતા આ લોકોએ મને કહેલ કે તારાથી જે થાતુ હોય તે કરી લેજે અને કાલથી તુ આ તારી દુકાન બંધ કરી દેજે નહિં તો સારાવાટ નહિં રહે તેમ કહીં પોતાનુ મોટરસાયકલ લઇને જતા રહેલ અને જતા જતા મને કહેલ કે કાલથી તુ દુકાન બંધ કરી દેજે નહિં તો તને જાન થી મારી નાખશૂ અને મને પાછળથી જાણવા મળેક કે મારી બીજી દુકાન જે મવડી મેઇન રોડ પર આવેલ મોમાઇ પાન નામની દુકાન આવેલ છે ત્યાં પણ આ લોકો જઇ ને દુકાન બંધ કરવાની ધમકી આપેલ છે.આ મામલે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનામાં માલવીયાનગર પોલીસે સીસીટીવ ફુટેજના આધારે આરોપી શક્તિરાજસિંહ ઝાલા અને ધનરાજસિંહ જાડેજાને રાતોરાત ઝડપી પોલીસ મથકે લાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Exit mobile version