Site icon Gujarat Mirror

ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમ

પ્લેન ક્રેશ કે કુદરતી હોનારત કે માનવ સર્જિત દુર્ઘટનામાં કામ આવી શકે તેમ માટે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં અત્યાધુનિક મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા શરૂૂ કરવામાં આવી હતી. આ રાજ્યની પ્રથમ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા છે. આ સુવિધાના કારણે સ્થળ પર જ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે અને ઇમરજન્સીમાં સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરી શકાશે.

નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઈન્સ મુજબ ડીકમ્પોઝ થયેલી બોડીના પોસ્ટમોર્ટમ માટે અલગ પોસ્ટમોર્ટમ રૂૂમ હોવો જોઈએ. આ જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને ગોત્રી હોસ્પિટલમાં મોબાઈલ (મુવેબલ) પોસ્ટમોર્ટમ રૂૂમ અને કોલ્ડ સ્ટોરેજથ સુવિધા ધરાવતું એક ખાસ ક્ધટેનર મૂકવામાં આવ્યું છે.

આ ખાસ ક્ધટેનરમાં એકસાથે પોસ્ટમોર્ટમ કરી શકાય તેવી સુવિધા છે અને તેની સાથે 4થી 5 બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ક્ધટેનરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે મુવેબલ છે. એટલે કે, કોઈ મોટી દુર્ઘટના, જેમ કે પ્લેન ક્રેશ અથવા કોઈ જંગલ વિસ્તારમાં ઘટના બને અને મૃતદેહોને હોસ્પિટલ સુધી લાવવાનું શક્ય ન હોય, ત્યારે આ ક્ધટેનરને ઘટનાસ્થળે પહોંચાડીને ત્યાં જ પોસ્ટમોર્ટમ કરી શકાશે અને મૃતદેહોને ત્યાં જ કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે.આ પ્રકારનો મુવેબલ પોસ્ટમોર્ટમ રૂૂમ અને કોલ્ડ રૂૂમ હાલમાં આખા ગુજરાતમાં ક્યાંય ઉપલબ્ધ નથી, જે ગોત્રી હોસ્પિટલની આ સુવિધાને અનોખી બનાવે છે. અમદાવાદ પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટનાની પરિસ્થિતિઓમાં આ સુવિધા અત્યંત ઉપયોગી સાબિત થશે. આ સુવિધા ગોત્રી હોસ્પિટલની ફોરેન્સિક મેડિસિન વિભાગની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને મૃતદેહોના સન્માનપૂર્વક નિકાલ અને તપાસમાં મદદરૂૂપ થશે.

Exit mobile version