Site icon Gujarat Mirror

રામદેવડા બીજ ભરવા જતાં રાજકોટ ભાજપ અગ્રણીના પુત્રનું અકસ્માતમાં મોત

કાર અને પીકઅપવાન અથડાતા કાર ઓવરબ્રિજ પરથી નીચે પટકાઇ: બાડમેર-જોધપુર હાઇવે પર અકસ્માત સર્જાયો

હાઇવે પર અવાર નવાર વધતી જતી ટ્રાફિક સમસ્યાના કારણે અવાર નવાર જીવલેણ અકસ્માતોના સર્જાયા કરે છે. ત્યારે વધુ એક જીવલેણ અકસ્માત પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં રાજકોટ વોર્ડ નં.12ના ભાજપ અગ્રણીનો પુત્ર તથા તેની સાથે ચાર કૌટુંબિક ભાઈઓ વ્હેલી સવારે રાજકોટથી કાર લઈ રામદેવડા બીજ ભરવા જતા હતા.દરમ્યાન બાડમેર જોધપુર હાઈવે પર પીકવાન પાછળ કાર ઘુસી જતા ભાજપ અગ્રણીના પુત્રનું મોત નિપજયું હતું.જયારે અકસ્માત બાદ નજીકના ગ્રામીણ વિસ્તારોના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કારમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા હતા.જ્યારે ઘાયલોને એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, ગુજરાતના રાજકોટથી પાંચ લોકો સ્કોર્પિયોમાં બાબા રામદેવ પીરની સમાધિ રામદેવડા દર્શન કરવા જઈ રહ્યા હતા.ત્યારે બુધવારે સવારે બે કાર વચ્ચે ટક્કર થઈ હતી.બંનેની ગતિ વધુ હોવાથી, ટક્કર પછી તે કાબૂ બહાર થઈ ગઈ હતી અને ચારથી પાંચ વખત પલટી ગઈ અને ઓવરબ્રિજ પરથી નીચે પડી ગઈ હતી.જેથી બધા મુસાફરો કારમાં ફસાઈ ગયા હતા. ગામલોકોની મદદથી બધા લોકોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. આમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

રાજકોટના રહેવાસી સ્વામીનારાયણ ચોકના ખૂણે રહેતા વોર્ડ નં 12ના ભાજપ અગ્રણી જાગાભાઈ બોરીયાનો પુત્ર રવિ તથા તેની સાથે ચાર કૌટુંબિકભાઈઓ વ્હેલી સવારે પોતાની કાર લઈ પાલનપુર પાસે આવેલા રામદેવડા બીજ ભરવા જતા હતા ત્યારે બાડમેર જોધપુર હાઈવે પર કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પીકપવાન પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. અને ઈજાગ્રસ્તોને તાકિદે કારમાંથી બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે ખસેડયા હતા.જયાં ભાજપ અગ્રણીના પુત્ર રવિનું મોત નિપજયું હતું. જયારે અન્ય ત્રણને ઈજા પહોંચતા રાજકોટ સારવાર અર્થે ખસેડયા હતા.બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂૂરી કાર્યવાહી કરી હતી.

ઇજાગ્રસ્તોની યાદી,મૃતકના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
આ અકસ્માતમાં રતાભાઈનો પુત્ર જયદીપ, નિંબાભાઈ રબારીનો પુત્ર વલીભાઈ, કાંતિભાઈ પટેલનો પુત્ર જયભાઈ અને રાજકોટના રહેવાસી દિનેશભાઈ આહીરના પુત્ર રાજભાઈને ઈજાઓ પહોંચી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક રવિ ત્રણ ભાઈમાં મોટો અને તેમને બે સંતાનમાં એક પુત્ર-પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.રવિના મૃત્યુથી બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

Exit mobile version