ગુજરાત
બેડ ગામ પાસે બંધ પડેલા ટ્રકમાં આગ
જામનગર નજીક બેડ ગામ પાસે ટોલનાકા નજીક માર્ગ પર બંધ પડેલા એક ટ્રકમાં આગ લાગી હતી.જે બનાવવાની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. જયાં ટ્રકના ટાયર ના ભાગ તથા બોડીમાં આગની જ્વાળાઓ પ્રસરી હતી, જેને પાણીનો મારો ચલાવીને આગને બુજાવી લીધી હતી. જોકે ઘણા સમયથી પડતર પડેલા ટ્રકમાં આગથી ટાયરો વગેરે બળીને ખાખ થયા હતા.