સુભાષનગરમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કીટથી આગ

શહેરનાં રૈયા રોડ પર આવેલા સુભાષનગરમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.…

શહેરનાં રૈયા રોડ પર આવેલા સુભાષનગરમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ સુભાષનગર શેરી નં.1માં રહેતાં ફ્રુટના વેપારી ઈકબાલભાઈના રહેણાંક મકાનમાં સવારે 8 વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં નાનામવા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ મકાનના સ્ટોર રૂમમાં લાગેલી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. પીજીવીસીએલનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.