જામનગરમાં ગેસનો બાટલો લીક થતા રહેણાંક મકાનમાં લાગેલી આગ

જામનગરમાં રાજપાર્ક નજીક અવધ પાર્ક -1 માં રહેતા ખોડીદાસભાઈ મોહનભાઈ રાઠોડ નામના રહેવાસી ના મકાનમાં સવારે 11.30 વાગ્યાના અરસામાં રાંધણ ગેસના બાટલા માંથી ગેસનું લીકેજ…

જામનગરમાં રાજપાર્ક નજીક અવધ પાર્ક -1 માં રહેતા ખોડીદાસભાઈ મોહનભાઈ રાઠોડ નામના રહેવાસી ના મકાનમાં સવારે 11.30 વાગ્યાના અરસામાં રાંધણ ગેસના બાટલા માંથી ગેસનું લીકેજ થતાં આગ લાગી હતી.
ગેસ ની નળી લીક થવાના કારણે ઝડપભેર આગ ઘરમાં પ્રસરી ગઈ હતી, અને ઘરવખરી સળગવા લાગી હતી. જે બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગની કાબુમાં લઈ લીધી હતી. ઉપરોક્ત આગના કારણે ઘરમાં રહેલું તમામ ફર્નિચર, પંખા, ફ્રીજ, ઇલેક્ટ્રીક ઉપકરણો વગેરે બળીને ખાખ થઈ ગયા હતા, અને અંદાજે રૂૂપિયા બે લાખનું નુકસાન થયું છે.