Site icon Gujarat Mirror

રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કરિયાણાની દુકાનમાં આગ ભભૂકી

પરચૂરણ વસ્તુ બળીને ખાક: શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું તારણ

શહેરના 150 ફૂટ રીંગરોડ પર રૈગા ટેલીફોન એકસચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં કરીયાણાની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં અંદાજે એક લાખનુ નુકસાન થયાનું જાણવા મળ્યુ છે. રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં આવેલી વિરા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં આજે સવારે 10 વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવ ને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા નાના મવા ફાયર સ્ટેશન અને કાલાવડ રોડ ફાયર સ્ટેશનેથી બે ફાયર ફાઇટર સાથે સ્ટાફ દોડી ગયો હતો અને અંદાજે 30 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં દુકાનમાં રહેલો બીસ્કીટ, વેર્ફેસ સહિતનો સામાન બળીને ખાક થઇ જતા અંદાજે એક લાખનુ નુકસાન થયાનુ દુકાન માલીક દ્વારા જણાવવામાં આવ્યુ હતું. આગ શોર્ટ સર્કિટથી લાગ્યાનુ પ્રાથમિક અનુમાન વ્યકત કરવામાં આવ્યુ છે. જોકે સદ્નશીબે આગમાં કોઇ જાન હાની થવા પામી ન હતી.

Exit mobile version