ગુજરાત

અમદાવાદના એક્રોપોલીસ મોલમાં આગ: મુલાકાતીઓમાં અફરાતફરી

Published

on

શોર્ટ સર્કિટ થતા સેરા સિરામીકનો શો-રૂમ ભડભડ સળગ્યો’તો, લોકોને બહાર કાઢી, ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવાયો

રાજકોટનો અગ્નિકાંડ હજુ લોકોને ભૂલાયો નથી ત્યા અમદાવાદમાં મોટી દૂર્ઘટના થતા અટકી છે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવ.લ એક્રપોલીસ મોલમાં આવેલ શો રૂમમાં શોર્ટ સક્રિટથી આગ લાગતા દુકાન ભળભળ સગળી ઉઠતા મુલાકાતીઓમાં દોડધામ મચી ગઇ હતી ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ દોડી આવી હતી અને તમામને બહાર કાઢી આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવાયો હતો.


સવારના સમયે એક્રોપોલીસ મોલમાં આગ લાગતા અફડાતફડી મચી હતી,મોલમાં ઘણી હોટલો અને કંપનીઓ આવેલી છે,તો વહેલી સવારે આગ લાગતા લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો હતો,ફાયર વિભાગે મોલમાં રહેલ તમામ લોકોને મોલની બહાર કાઢયા હતા અને આગને કાબુમાં લીધી હતી, પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.આ મોલ પ્રખ્યાત મોલ છે જેમાં એક ફિલ્મ થિયેટર પણ આવેલુ છે.ત્યારે ઘટનામાં કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદના દરેક ગેમ ઝોનની નિયમિત ચકાસણી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને આદેશ કર્યો છે.ફાયર બ્રિગેડ દ્વારા દરેક ગેમ ઝોનની દર મહિને ચકાસણી કરવા અને દર ત્રણ મહિને મોકડ્રીલ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા ગેમઝોનની દર મહિને તારીખ 1 થી 5 સુધીમાં યુનિટ દ્વારા ફાયર સંબંધિત તમામ શરતોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે.આ બાબતે કોઈ અનિયમિતતા સામે આવશે તો તાત્કાલિક જરૂૂરી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.


અમદાવાદના બોપલમાં ઝછઙ મોલમાં ભીષણ આગ લાગી હતી. મોલમાં પાંચમા માળે આવેલા બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગવાની શરૂૂઆત થઈ હતી. પાંચમાં માળથી આગ પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લેતા એક કિલોમીટર દૂર સુધી આગના ધૂમાળાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જે જોતાં રોડની બીજી સાઇડ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. જો કે, આગ લાગતાની સાથે જ મોલમાં અફરાતરફી સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version