ગાઝા-લેબનોનના જંગલમાં આગ-ડરામણા અવાજ: લોકો બહાર નીકળે તે સાથે જ બોંબવર્ષા

ગાઝામાં ઈઝરાયલ દ્વારા શરૂૂ કરાયેલી સૈન્ય કાર્યવાહીને આશરે 14 મહિના વીતી ગયા છે. 360 ચો.કી.મી.નો આ સમગ્ર વિસ્તાર ખેદાન-મેદાન થઈ ગયો છે. તેથી લોકોને કહેવાતાં…

ગાઝામાં ઈઝરાયલ દ્વારા શરૂૂ કરાયેલી સૈન્ય કાર્યવાહીને આશરે 14 મહિના વીતી ગયા છે. 360 ચો.કી.મી.નો આ સમગ્ર વિસ્તાર ખેદાન-મેદાન થઈ ગયો છે. તેથી લોકોને કહેવાતાં સુરક્ષિત ક્ષેત્રો તરફ નાસી જવું પડે છે. ઈઝરાયલી ડીફેન્સ ફોર્સિઝે ગાઝાના અલ-મવાસીમાં એક વધુ સુરક્ષિત ક્ષેત્ર ઉપર બોમ્બ વર્ષા કરી જેથી 20ના મોત થયાં છે, અનેક ઘાયલ થયા છે.


ગાઝા ઉપરાંત ઈઝરાયલે લેબેનોનનાં પાટનગર બૈરૂૂત અને સીરીયાના કેટલાક ભાગો ઉપર હુમલા કર્યા છે. અત્યાધુનિક શસ્ત્રો ઉપરાંત તેણે માનસિક-યુદ્ધની પણ ટેકનિક અપનાવી છે. તેમાં ભ્રામક સૂચનાઓ, પ્રોપેગેન્ડા અને સાયકોલોજિકલ ઓપરેશન્સ (ઙતુ ઘાત) નો પણ ઉપયોગ કર્યો છે. તેનો હેતુ લોકોમાં ભય ફેલાવવાનો છે.


આ સાયકોલોજિકલ વોર-ફેરમાં ડ્રોન વિમાનોમાંથી ડરાવવા અવાજો પ્રસારવામાં આવે છે. ઉપરાંત બાળકોના રોવાના અવાજો અને મહિલાઓના રડવાના અવાજો પ્રસારિત કરાય છે. જે રાત્રી દરમિયાન થાય છે. આથી લોકો બહાર આવી શું થયું ?


તે જોવા આવે ત્યારે ડ્રોનમાંથી ગોળીઓ છૂટે છે. આ રણનીતિ નાગરિકો ઘરમાંથી બહાર નીકળે તે માટે જ ઘડાઈ છે.


લેબેનોનમાં ઈઝરાયલી સેનાએ માનસિક દબાણ લાવવા સાઈબર ટેકનિકનો ઉપયોગ કર્યો છે, બૈરૂૂત અને આસપાસનાં ગામોમાં લોકોને અજ્ઞાાત કોલ અને સંદેશા મળે છે. તેમાં નાગરિકોને અમુક વિસ્તારોથી દૂર રહેવાની ચેતવણી અપાય છે. ઉપરાંત રેડીયો પ્રસારણ અટકાવવા માટે પણ સિગ્નલો ફેંકાઈ રહ્યાં છે.


આ ઉપરાંત ઈઝરાયલે ધ્વનિયુદ્ધ શરૂૂ કરી દીધું છે. ગાઝા અને લેબેનોન ઉપર તેજ ગતિથી જતા વિમાનોનાં અવાજ કાન ફાડી નાખે તેવા તો હોય જ છે. પરંતુ તે સાઉન્ડ-વેવ્ઝ એટલા પ્રબળ હોય છે કે તેથી એક ઘરનું છાપરૃં જ તૂટી ગયું હતું.


આ ઉપરાંત પાનખર ઋતુને લીધે પાંદડાં ખરી પડયાં હોય તે સળગાવવામાં આવે છે. તેથી જંગલમાં પદવથ (આગ) લાગે છે. ટૂંકમાં ઈઝરાયલે હવે માનવતા એક તરફ જ મૂકી દીધી હોય તેવું લાગે છે. માનવ અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેમ યુએન પણ જણાવે છે.