Site icon Gujarat Mirror

અમેરિકાએ વેનેઝુએલાના 4 શહેરો પર કરી એરસ્ટ્રાઈક, રાષ્ટ્રપતિ માદુરોએ દેશભરમાં ઈમરજન્સી જાહેર કરી

 

વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં 7 હવાઈ હુમલા થયાં છે. જોરદાર વિસ્ફોટોથી સમગ્ર પ્રદેશમાં ભય ફેલાયો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા પુષ્ટિ કરાયેલી રાજધાની કારાકાસ સહિત અનેક વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા હતા. કારાકાસના મોટા સૈન્ય બેઝની આસપાસ વીજળીની સપ્લાય પણ બંધ થઈ ગઈ છે. સ્થાનિકોનો દાવો છે કે તેમણે વિસ્ફોટ સમયે લડાકૂ વિમાન ઊડતાં જોયા હતા. જે બાદ વેનેઝુએલાની સરકારે અમેરિકા પર તેના નાગરિક અને લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

અમેરિકી મીડિયા CBS ન્યૂઝ અનુસાર ટ્રમ્પે વેનેઝુએલાની અંદર સૈન્ય સુવિધાઓ અને ઘણી ખાસ જગ્યાઓ પર હુમલાનો આદેશ આપ્યો હતો. હુમલાના એક વાઇરલ વીડિયોમાં શહેર ઉપર ઓછી ઊંચાઈએથી પસાર થતા લગભગ 10 વિમાનો જોવા મળ્યા. ધમાકાઓ પછી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લોકો ગભરાઈને રસ્તાઓ પર આવી ગયા.

https://x.com/AFpost/status/2007339819744292914?s=20
વેનેઝુએલાની સરકારે વિસ્ફોટ અંગે સત્તાવાર નિવેદનમાં અમેરિકા પર હુમલાનો આરોપ લગાવ્યો છે. નિકોલસ માદુરોની સરકારે અમેરિકાની સૈન્ય આક્રમકતાની ટીકા કરી છે. તેમનો આરોપ છે કે અમેરિકાએ કારાકાસ જ નહીં મીરાંડા, અરગુઆ અને લા ગુઈરામાં પણ હવાઈ હુમલા હુમલા કર્યા છે. વેનેઝુએલાના પ્રમુખ માદુરોએ દેશમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી છે.

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ જણાવ્યું હતું કે આ હુમલાઓનો હેતુ દેશના વ્યૂહાત્મક સંસાધનો, ખાસ કરીને તેલ અને ખનિજો પર કબજો કરવાનો અને રાજકીય સ્વતંત્રતાઓનો બળજબરીથી ભંગ કરવાનો હતો. તેમણે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી. માદુરોએએ પણ નિર્દેશ આપ્યો કે તમામ રાષ્ટ્રીય સંરક્ષણ યોજનાઓ યોગ્ય સમયે અને યોગ્ય સંજોગોમાં અમલમાં મૂકવામાં આવે. તેમણે દેશના તમામ સામાજિક અને રાજકીય દળોને આ સામ્રાજ્યવાદી હુમલા સામે એક થવા અને લડવા માટે પણ અપીલ કરી.

Exit mobile version