ગુજરાત
MS યુનિ.માં બે હજારના નુકસાન બદલ 200 વિદ્યાર્થીઓ સામે FIR
વડોદરાની એમ.એસ .યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર કરેલ FIR નો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. AGSU ગ્રુપ દ્વારા એમ.એસ.યુનિવર્સિટીની એમ. કોમ બિલ્ડિંગ ખાતે વિદ્યાર્થીઓ પાસેથી 1-1 રૂૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા અને 2000 રૂૂપિયા ભેગા કરી સત્તાધીશોને આપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગત 28 જૂનના રોજ 200 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એમ.એમસ યુનિવિર્સિટીની હોસ્ટેલના ભોજનની ફી મામલે વીસીના બંગલો પર વિરોધ કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા વિરોધને પગલે 2000 રૂૂપિયાના નુકસાન અંગે 200 વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીના સત્તાધિશોએ રાયોટિંગની FIR નોંધાવી હતી. જેના પગલે સયાજીગંજ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.
વીસીના બંગલો પર કરવામાં આવેલા વિરોધ પર્દર્શન બદલ 200 અજાણ્યા વિદ્યાર્થીઓ સામે સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદનો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મામલે AGSU ગ્રુપ દ્વારા યુનિવર્સિટીની ખ.ભજ્ઞળ બિલ્ડિંગ ખાતે અનોખો વિરોધ કરાયો હતો.
યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી 1-1 રૂૂપિયા ઉઘરાવી 2000 રૂૂપિયા ભેગા કરી સત્તાધીશોને આપી AGSU ગ્રુપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મામલે વિદ્યાર્થી અગ્રણીએ યુનિવર્સિટીના સત્તાધીશો સામે વિદ્યાર્થીઓ પર FIR નોંધી અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયા છે.