રાષ્ટ્રીય
વિમા ઉપર GST પાછો ખેંચવા નાણામંત્રીનો નનૈયો! નીતિન ગડકરીના વિરોધનું સુરસુરિયું
જીવન અને તબીબી વીમા પ્રિમિયમ પર 18 ટકા જીએસટી લાદવાના નિર્ણયને લઈને વિપક્ષના આકરા પ્રહારો હેઠળ આવેલા કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે જે નેતાઓને જીવન અને તબીબી વીમા પ્રિમીયમ પરના જીએસટીના નિર્ણય સામે વાંધો છે તેઓએ પહેલા તેમના રાજ્યોના નાણા પ્રધાનો સાથે ચર્ચા કરવી જોઈએ, કારણ કે તેઓએ GST કાઉન્સિલની બેઠકમાં પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ સાથે જ નિતિન ગડકરીએ આ મામલે લખેલ પત્રનું પણ સુરસુરિયું થયું છે.
જીએસટી પ્રીમિયમ પર વધી રહેલા વિરોધ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રીમિયમ પર જીએસટી લાદવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલનો હતો. નાણામંત્રીએ લોકસભામાં કહ્યું હતું કે જીએસટીના આગમન પહેલા પણ મેડિકલ ઈન્સ્યોરન્સ પર ટેક્સ લાગતો હતો. આ કોઈ નવો ટેક્સ નથી અને તે તમામ રાજ્યોમાં છે. નાણામંત્રીએ કહ્યું, જે લોકો અહીં વિરોધ કરી રહ્યા છે, શું તેઓએ તેમના રાજ્યોમાં આ ટેક્સ હટાવવા અંગે ચર્ચા કરી છે? શું તેઓએ આ અંગે પોતપોતાના રાજ્યોના નાણા મંત્રીઓને પત્ર લખીને જીએસટી કાઉન્સિલમાં તેને ઉઠાવવા કહ્યું હતું, જ્યાં રાજ્યોનો બે તૃતીયાંશ હિસ્સો છે? ના, પરંતુ તેઓ અહીં વિરોધ કરી રહ્યા છે. આ તેમનું બેવડું ધોરણ છે, આ તેમનું ડ્રામા છે.
નોંધનીય છે કે જીવન અને તબીબી વીમા પ્રિમિયમ પર જીએસટી લાદવાનો વિરોધ કરનારાઓમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ સામેલ છે. આ અંગે ગડકરીએ નાણામંત્રીને પત્ર પણ લખ્યો છે. 28મી જુલાઈના રોજ લખેલા પત્રમાં ગડકરીએ નાગપુરમાં જીવન વીમા નિગમ કર્મચારી સંઘની ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે વીમા પર જીએસટી લાદવો એ પજીવનની અનિશ્ચિતતાઓ પર કરથ સમાન છે. ઉપરાંત, તબીબી વીમા પ્રીમિયમ પર 18 ટકા જીએસટી આ વ્યવસાયના વિકાસ માટે અવરોધરૂૂપ સાબિત થઈ શકે છે, જ્યારે આ ક્ષેત્ર સામાજિક રીતે આવશ્યક છે. પત્રમાં ગડકરીએ વીમા પ્રીમિયમ પર જીએસટી પાછી ખેંચવાના નિર્ણય પર વિચાર કરવાની અપીલ કરી હતી.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સરકારના નિર્ણય પર સખત નારાજગી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ભાજપ દરેક આપત્તિમાં ટેક્સ તક શોધે છે, જે તેમની અસંવેદનશીલ વિચારસરણી દર્શાવે છે. રાહુલ ગાંધીએ લખ્યું કે, પમોદી સરકારે એવા લોકો પાસેથી પણ 24,000 કરોડ રૂૂપિયા લૂંટી લીધા છે જેઓ સ્વાસ્થ્ય સંકટની સ્થિતિમાં કોઈની સામે ઝૂકવાથી બચવા માટે એક-એક પૈસો બચાવે છે.