એશિયન ગેમ્સમાં શ્રીલંકાને માત્ર 45 રનમાં ઓલઆઉટ કરી ભારત અને બાંગ્લાદેશને
6 વિકેટે હરાવી પાકિસ્તાન ફાઇનલમાં
જાપાનમાં ચાલતી એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટની સેમીફાઇનલમાં ભારતે શ્રીલંકાને 124 રન અને પાકિસ્તાને બાંગ્લાદેશને 6 વિકેટે હાર આપી ફાઇનલમાં પ્રવેશ મેળવતા લાખો ક્રિકેટ પ્રેમીઓ રોમાંચીત થયા છે. આગામી શનિવારે ભારત-પાકિસ્તાનનો ગોલ્ડ મેડલ માટે મહામુકાબલો થશે.
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મેન્સ ટીમે સેમિફાઇનલમાં શ્રીલંકાને 124 રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી મેચમાં ઈશાન કિશને 46 બોલમાં અણનમ 80 રન ફટકાર્યા હતા. ભારતે 169 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકા 45 રનમાં ઓલઆઉટ થયું. જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલની શાનદાર બોલિંગે વિજય અપાવ્યો. હવે 3 ઓક્ટોબરે ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે ટકરાશે.
1 ઓક્ટોબરના રોજ કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલા સેમિફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે શ્રીલંકાને 124 રનના વિશાળ અંતરથી કચડીને એકતરફી વિજય નોંધાવ્યો હતો. આ ઐતિહાસિક વિજય સાથે ભારતે ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે, જ્યાં શનિવાર, 3 ઓક્ટોબરના રોજ ગોલ્ડ મેડલ મુકાબલામાં ભારતનો સામનો તેના સૌથી મોટા કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની જીતના સૌથી મોટો હીરો વિકેટકીપર-બેટર ઈશાન કિશન રહ્યો. ઈશાને મુશ્કેલ પરિસ્થિતિમાં ધૈર્ય અને આક્રમકતાનું ઉત્કૃષ્ટ મિશ્રણ દર્શાવતાં માત્ર 46 બોલમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 80 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગના બળે જ ભારતીય ટીમ નિર્ધારિત ઓવરોમાં 169/7 નો મજબૂત અને સન્માનજનક સ્કોર ખડકી શકી હતી.
ઈશાન કિશન ઉપરાંત ઓપનિંગમાં યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ પણ ટીમને વિસ્ફોટક શરૂૂઆત અપાવી હતી. વૈભવે આક્રમક અંદાજમાં બેટિંગ કરતાં માત્ર 21 બોલમાં 38 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને શ્રીલંકાના બોલરો પર શરૂૂઆતથી જ દબાણ બનાવી દીધું હતું.
170 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઇનિંગની પ્રથમ જ ઓવરમાં શ્રીલંકાને બે મોટા ઝટકા આપીને કમર તોડી નાખી હતી. ત્યારબાદ સ્પિનર અક્ષર પટેલે પણ ચોથી ઓવરમાં બીજા બે બેટર્સને પેવેલિયન ભેગા કરી દીધા હતા. શ્રીલંકાની આખી ટીમ માત્ર 45 રનના સામાન્ય સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
આ મેચમાં વૈભવ, અભિષેક શર્મા અને સંજુ સેમસન પહેલી વખત એકસાથે ભારતીય પ્લેઇંગ-11માં જોવા મળ્યા હતા. જોકે અભિષેક અને સંજુ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહોતા. અભિષેક 7 રન અને સંજુ સેમસન 7 રન બનાવીને આઉટ થયા હતા.
170 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂૂઆત જ મુશ્કેલીભરી રહી. જસપ્રીત બુમરાહ એ પ્રથમ ઓવરમાં જ બે મહત્વપૂર્ણ વિકેટ મેળવીને શ્રીલંકા પર દબાણ વધારી દીધું. શ્રીલંકાના ટોચના બેટર્સ ભારતીય બોલિંગ સામે લાંબો સમય ટકી શક્યા નહીં. એક પછી એક વિકેટ પડતી ગઈ અને ટીમનો સ્કોર સતત મુશ્કેલીમાં જતો રહ્યો. ભારતીય બોલિંગ યુનિટે કોઈ તબક્કે શ્રીલંકાને મેચમાં પરત ફરવાની તક આપી નહોતી. નુવાનિદુ ફર્નાન્ડોએ ટીમ તરફથી સૌથી વધુ 15 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન સહાન અરાચિગે 9 રન કરી શક્યા. બાકીના બેટર્સ ભારતીય બોલિંગ સામે ખાસ કંઈ કરી શક્યા નહીં.
હોકીમાં પાકિસ્તાનને ધૂળ ચટાવતું ભારત: સેમીમાં 4-3થી હરાવી ફાઇનલમાં એેન્ટ્રી
એશિયન ગેમ્સમાં આજે રોમાંચક મુકાબલામાં ભારતે કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવ્યું હતું. જાપાનના નાગોઇચા ખાતે યોજાયેલ આ ગેમમાં ભારતે પાકિસ્તાન સામે છેલ્લી મીનીટમાં ગોલ ફટકારીને વિજય મેળવ્યો હતો. એક સમયે ભારત 3-0ની લીડથી આગળ હતું પરંતુ પાકિસ્તાને જોરદાર પુનરાગમન કરતા 3 ગોલ ફટકારીને વાપસી કરી હતી. હવે ભારત ફાઇનલમાં કોરીયા કે મલેશીયા વચ્ચેની ગેમમાંથી જે ટીમ વિજેતા થાય તેની સામે 3 ઓકટોબરના રોજ ટકારાશે.
